હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો, ભાજપની આ અભિનેત્રી સામે લડી શકે છે ચૂંટણી

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં હવે નવા નવા ચહેરા રાજકારણમાં આવી રહ્યા છે. હવે હરિયાણાની જાણીતી ડાંસર અને અભિનેત્રી સપના ચૌધરી હવે રાજકારણના મેદાનમાં જોવા મળશે. સપના ચૌધરી લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા છે.

આ પણ વાંચો : ભાજપે વડોદરા બેઠક પરથી ઉમેદવારનું નામ કર્યુું જાહેર, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક બેઠક પરથી જ લડશે લોકસભાની ચૂંટણી?

સપના ચૌધરીએ દિલ્હીમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરના ઘરે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. આ સાથે જ સપના અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તેને મથુરાથી મેદાનમાં ઉતારી શકે છે. જો આમ થશે તો તે ઉત્તર પ્રદેશમાં મથુરા બેઠકથી ભાજપના નેતા અને બોલિવુડના પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની સામે ટકરાશે.

યૂપી અને બિહારમાં સપનાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેને જોઈ કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે. જેથી ભાજપ માટે ત્યાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાને તેના પહેલા ગીતે જ સુપરસ્ટાર બનાવી દીધી હતી. ગીતના બોલ હતા ‘સોલિડ બોડી’. એક જ ગીતથી સપના માત્ર હરિયાણા જ નહી પરંતુ યૂપી, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં પણ ફેમસ થઈ ગઈ છે.

READ  રાજકારણમાં પ્રવેશતા જ પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરવાનું શરૂ, પ્રિયંકાના કપડાં પર ભાજપના સાંસદે કરી વિવાદસ્પદ ટિપ્પણી

Oops, something went wrong.

FB Comments