વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ, સુરતના ચોકીદારોમાં લોકપ્રિય બની ગઈ ‘મૈં ભી ચોકીદાર’ની ટીશર્ટ..!!

અત્યાર સુધી કોંગ્રેસે ચોકીદાર ચોર હૈ નું સૂત્ર ફેલાવ્યું હતું. જેના દ્વારા પીએમ મોદીને સીધો ટાર્ગેટ કરીને રાહુલ ગાંધીએ આ સ્લોગન આપ્યું હતું. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી. ત્યારે સુરતમાં ચોકીદારોમાં મૈં ભી ચોકીદારની ટીશર્ટ ધૂમ મચાવી રહી છે.

READ  Over 8.20 lakh employees & pensioners to get 1% additional DA : DY CM Nitin Patel - Tv9

સુરતમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા વોચમેનોએ આ ટી શર્ટ પહેરીને જાણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું હતું. સુરતના જ એક યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આ કેમ્પઈન ઉપાડી લઈને શહેરના ચોકીદારોમાં આ ટી શર્ટ વહેંચી હતી.

અત્યારસુધી નમો અગેઇનની ટીશર્ટ ટ્રેન્ડમાં હતી. પણ પીએમ મોદીના મૈં ભી ચોકીદારના સૂત્ર પછી આ ટી શર્ટની ડિમાન્ડ પણ વધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં આ એક નવા જ પ્રકારના ફેશન ટ્રેન્ડ લોકોની વચ્ચે પ્રચલિત થયો જોવા મળી રહ્યો છે.

READ  Gujarat Polls 2017 : BJP's Kumarbhai Kanani gets ticket from Varachha, Surat - Tv9

Surat Nagar Prathmik Shikshan Samiti passed tender with high rate, oppn smells a scam | Tv9

FB Comments