ભાજપે ચોકીદારને જ બનાવ્યા ટેકેદાર,વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અપાનવ્યો નવતર પ્રયોગ, કોણ છે રંજનબેન ભટ્ટ માટે ‘ટેકેદાર ચોકીદાર’?

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં એક તરફ કેટલીક બેઠકોના ઉમેદવાર જાહેર નથી થયાં ત્યારે આજેે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવશે. રંજનબેનની ઉમેદવારી સામે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

જોકે ખાસ વાત એ છે કે  રંજનબેને એક ચોકીદાર ને બનાવ્યો છે પોતાનો ટેકેદાર. સમા વિસ્તારના ઉમિયા નગરમાં રહેતા જયેશ પટેલ ને ટેકેદાર બનાવમાં આવ્યો છે. જયેશ પટેલ જી.એસ.એફ.સી માં ચોકીદાર તરીકે 12 વર્ષથી ફરજ બજાવે છે.

આ પણ વાંચો : કોણ છે આ ચા વાળા જેમણે વડોદરાથી ભાજપ પાસે માંગી લોકસભાની ટિકિટ ?, જેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે ખાસ સંબંધ

મૂળ મોડાસાના મધ્યમ વર્ગીય ચોકીદાર કમ પાટીદાર યુવક જયેશ પટેલને ટેકેદાર બનાવતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આ સિવાય રંજનબેનના ડમી ઉમેદવાર તરીકે માજલપુરના ધારાસભ્ય કમ રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ પણ ઉમેદવારી નોંધાવશે. અત્રે મહત્વ પૂર્ણ છે કે 2014માં પી.એમ મોદીએ ચા વાળાને ટેકેદાર બનાવ્યો હતો.

આમ ચા વાળા બાદ ચોકીદાર ટેકેદાર બન્યો છે ત્યારે ચોકીદાર નો ફાયદો ભાજોના ઉમેદવારને થાય છે કે કેમ તે પરિણામો પરથી સ્પષ્ટ થઈ જશે.

Video of Rain water dripping off the bridge and pouring on Gandhiji Statue goes viral, Ahmedabad

FB Comments

amit patel

Read Previous

IPL-2019: માત્ર 5 રનથી મુંબઈ સામે હારતાં કોહલીએ ગુસ્સો એમ્પાયર પર કાઢ્યો, તો રોહિતે પણ આપ્યો યોગ્ય જવાબ

Read Next

કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ

WhatsApp પર સમાચાર