લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં નહીં બને રામ મંદિર, VHP જ મુદ્દો સ્થગિત કરશે, જાણો શું છે કારણ

વિશ્વ હિન્દુ પરિષદ હવે નહી લે 4 મહિના સુધી મંદીરનુ નામ,, લોકસભામાં કોઇ પાર્ટીને ફાયદો ન થઇ જાય તેનુ બતાવ્યુ કારણ

વિશ્વ હિન્દુ પરિષદે આગામી 4 મહિના સુધી હવે રામ મંદિરના મુદ્દાને સ્થગિત કરવાનો નિર્યણ કર્યો છે. જેને લઇને એક બેઠક પણ અમદાવાદમાં મળી હતી.  વિશ્વ હિન્દુ પરિષદ હવે ગુજરાત ભરમાં લોકસંપર્ક કરીને એ સમજાવવાનો પ્રયત્ન કરશે કે જો મંદિર ન બને તો તેનો ફાયદો કોગ્રેસને મળી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદના આ વલણને એએચપી નેતા પ્રવિણ તોગડીયાએ વખોડ્યો છે. તેમની માનીએ તો તેમણે મંદિર બનાવવામાં માત્ર રાજકારણ કરવામાં રસ છે.

પ્રવિણ તોગડીયાની સંસ્થા આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના ગ્રજ ગ્રાહમાં આખરે અમદાવાદનો વણીકર ભવન વિશ્વ હિન્દુ પરિષદનો કબ્જો થઇ ગયો. તો આ વિવાદ પછી વિશ્વ હિન્દુ પરિષદની પ્રથમ બેઠક વણિકર ભવનમા મળી. આ બેઠક પહેલા વણિકર ભવનની ધોઇને શુધ્ધિકરણ કરવામાં આવ્યું.

 

READ  ફિલ્મકાર અનુરાગ કશ્યપનો હકિકતમાં TWITTER સન્યાસ કે પછી સૈક્રેડ ગેમ્સના ભાગ-2ની પ્રમોશનનીતિ

તેમજ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદે નક્કી કર્યુ છે કે હવે સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ કાર્યકર્તાઓ પ્રવાસ કરશે અને 4 મહિના માટે રામ મંદીરનો મુદ્દો સ્થગિત કરવાનો નિર્યણ છે. વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર રાજ્યમાં જન સંપર્કના માધ્યમથી મંદિરનો મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પેન્ડીગ છે અને વીએચપી સુપ્રિમ કોર્ટના વિરુધ્ધમાં જવા માંગતી નથી.

શા માટે લેવામાં આવ્યો નિર્ણય ?

દિલિપ ત્રિવેદી, પ્રમુખ, ગુજરાત પ્રદેશ વીએચપી ઇલેક્શને ધ્યાનમાં રાખીને હવે મંદિરનો મુદ્દો ચાર મહિના માટે સ્થગિત કર્યો છે. જેથી કોઇ પોલીટીકલ પાર્ટીને ફાયદો નહી થવા દઇએ. હિન્દુ સમાજને અલગ નહીં થવા દઈશું.

READ  Sheena Bora murder case : Indrani's driver seeks to turn approver - Tv9

કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ધર્મ સભામા નિર્ણય લેવાયો હતો કે હવે કેન્દ્ર સરકાર ઉપર ચાર મહિના સુધી મંદિર માટે દબાણ ન બાવવાનો. કારણ કે જો મંદિરનો મુદ્દે દબાણ થાય અને સુપ્રિમ કોર્ટમાંથી મામલો ક્લિયર ન થાય તો બીજેપીની નિષ્ફળતા ગણાય. જેનો સીધો ફાયદો કોગ્રેસને મળી શકે છે.

શું કહેવું છે પ્રવિણ તોગડીયાનું ? 

તો સામે એએચપીના નેતા અને હાલમા પોતાની પોલીટીકલ પાર્ટી બનાવી ચુકેલા એવા પ્રવિણ તોગડીયા મંદિર મુદ્દે બીજેપી અને વીએચપીના સ્ટેન્ડ બદલવા મુદ્દે ખાસ્સા નારાજ દેખાયા છે. પ્રવિણ તોગડીયાએ બીજેપી અને વિએચપી ઉપર કર્યા પ્રહારો કરતાં કહ્યું કે, લોકો પાંચ વર્ષમાં મંદિર ન નહીં બનાવી શક્યા તો તેમનાથી હવે નહીં થઇ શકે. આ તરફ જે રીતે પ્રવિણ તોગડીયા આ મુદ્દાને ગરમ રાખવા માંગે છે, તેનાથી જરુરથી વીએચપીના અભિયાનને ફટકો પડી શકે છે.

READ  કોરોના સંકટને લઈ સરકાર ચિંતિત, CM રૂપાણીએ કરી વિદેશપ્રધાન સાથે વાત, વિદ્યાર્થીઓને પરત લાવવાના સરકારના પ્રયાસ

Top News Stories Of This Hour : 28-03-2020 | Tv9GujaratiNews

[yop_poll id=1520]

FB Comments