ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું, દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરશે મુલાકાત

લોકસભાની ચૂંટણીની કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર થતાં જ વિવિધ નવા તારણો ગુજરાત કોંગ્રેસમાં શરૂ થયા છે. ત્યારે ગઈકાલથી જ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગુરુવારે સાંજે તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યો છે.

ગુરુવારે દિવસ દરમિયાન એવી અટકળો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર તેના સમર્થનમાં રહેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છે.

અલ્પેશ સાથે રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સહિતના નેતાઓ બેઠક કરી શકે છે. આ બેઠક દરમિયાન અલ્પેશ લોકસભાની કોઈ બેઠક માટે સોદાબાજી કરી શકે છે. એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસમાં પોતાને કોઈ પદ મળે તેવી પણ માંગણી કરી શકે છે.

ભાજપમાં જોડાવવાના મામલે અલ્પેશે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું કહ્યું હતું. જે સાથે જ શુક્રવારે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપવાની વાત કહી હતી.

FB Comments

TV9 Web Desk6

Read Previous

શા માટે આજે જ, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવવામાં આવે છે ? જાણો શું છે ઇતિહાસ

Read Next

BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

WhatsApp chat