પંજાબ કોંગ્રેસમાં ભૂકંપઃ મુખ્યમંત્રીએ કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને ખુદ આ ખુરશી પર બેસવા માગે છે

એક તરફ દેશમાં અંતિમ તબક્કનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે પંજાબની સત્તાને લઈ કંઈક અલગ જ સમાચાર આવી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુ અને તેની પત્ની નવજોતકૌર સિદ્ધુ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આપવામાં આવતા નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ પત્રકારે પૂછ્યું કે શું PM મોદી તમે સાધના સમયે આવી પ્રાર્થના કરી હતી કે, ચૂંટણીમાં તમારી જીત થશે, જાણો શું આપ્યો જવાબ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સીધો જંગ ભાજપ અને અકાલીદળ સાથે તો છે જ પરંતુ ખુદ કોંગ્રેસ પોતાની અંદર પણ લડાઈ કરી રહી છે. મુખ્યપ્રધાન અમરિંદરસિંહ અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુની વચ્ચે લડાઈ હવે સામે આવી ગઈ છે. કેપ્ટન અમરિંદરસિંહએ કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને મુખ્યપ્રધાન બનવા માગે છે

READ  રાહુલ ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર! નરેન્દ્ર મોદી દેશને ગેરમાર્ગે દોરે છે

કેપ્ટન અમરિંદરસિંહનું આ નિવેદનને ધ્યાન બહાર કરી શકાઈ નહીં. કેપ્ટન સાહેબે કહ્યું કે હું નવજોત સિદ્ધુને નાનપણથી ઓળખું છું. અને મને એવુ લાગે છે કે તે મને હટાવીને ખુદ સત્તા પર આવવા માગે છે. તે તેમનો પોતાનો મામલો છે પરંતુ ચૂંટણી મતદાનના એક દિવસ પહેલા જે નિવેદન આપી રહ્યા છે તેનાથી પાર્ટી પર અસર પડશે. જેથી કેન્દ્રીય નેતૃત્વએ આ પ્રકારના નિવેદનને ધ્યાનમાં લેવું જોઈએ

 

READ  લોકસભા ચૂંટણી જીતવા પાર્ટીઓ સાયબર એજન્સીઓના સહારે, ડેટાનો ખોટો ઉપયોગ ન થાય તે માટે મતદારોએ સર્તક રહેવું જરુરી

મહત્વનું છે કે પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ શનિવારે કહ્યું કે જો કેપ્ટન અમરિન્દરના રાજમાં ધર્મગ્રંથોના અપમાનનો ન્યાય ન મળે અને દોષિયોને સજા ન અપાઈ તો હું કેબિનેટના મંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ. તો એ અગાઉ નવજોતસિંહની પત્ની નવજોત કૌરે કહ્યું હતું કે કેપ્ટન અમરિન્દરસિંહના કારણે તેની લોકસભા ટિકિટ કપાઈ હતી.

READ  VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો
Oops, something went wrong.
FB Comments