શું કેન્દ્રમાં ફરી બનશે મોદી સરકાર કે રાહુલ ગાંધી બનશે વડાપ્રધાન?, જુઓ તમામ એજન્સીઓના એગ્ઝિટ પોલના આંકડાઓ

લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન પુર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા જાહેર થયેલા એગ્ઝિટ પોલ મુજબ સ્પષ્ટ બહુમતી સાથે NDA ગઠબંધન ફરીથી સરકાર બનાવી શકે છે. કોંગ્રેસ પ્રેરિત ગઠબંધનનો દેખાવ એગ્ઝિટ પોલના તારણો મુજબ સુધર્યો જણાય છે અને 2014ની સરખામણીએ બમણી બેઠકો મેળવે એવી ધારણા મોટાભાગના એગ્ઝિટ પોલમાં વ્યક્ત થઈ છે.

પરંતુ UPA ગઠબંધનને સ્પષ્ટ બહુમતીના મેજિક ફિગરથી તો ક્યાંય દૂર દેખાઈ રહ્યું છે. જ્યારે વાત કરીએ ચૂંટણી લડેલા અન્ય પક્ષોની તે પણ ધારણા કરતાં નબળો દેખાવ વ્યક્ત કરે એવું એગ્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે.

 

આ પણ વાંચો: ગુજરાતની 26 માંથી આટલી બેઠક પર કોંગ્રેસનો ઝંડો લહેરાશે, ભાજપને આ સીટ પર થશે નુકશાન

રાજ્યવાર એગ્ઝિટ પોલના તારણો તરફ નજર કરીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય ઘણાં રાજયોમાં ભાજપે 2014ની સરખામણીએ મોટું નુકસાન ખમવું પડશે. તેની સામે ઓરિસ્સા, પ.બંગાળમાં ભાજપને થોડોક ફાયદો થઈ શકશે. મોટાભાગના એગ્ઝિટ પોલના તારણો એવું જણાવે છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ભાજપના ગઢ ગણાતાં રાજ્યોમાં મોદીમેજિક યથાવત રહેશે.

મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેના પોતાની સર્વોપરિતા જાળવી રાખશે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના મહાગઠબંધન સામે ભાજપની પીછેહઠ જરૂર થશે પરંતુ એ નુકસાન ધારણાં કરતાં ઓછું 25-30 બેઠકો જેટલું રહેવાનું એગ્ઝિટ પોલમાં દેખાય છે.

 

એગ્ઝિટ પોલની વિશ્વસનીયતા ખાસ નોંધમાં લેવાતી નથી. આ પહેલા ભુતકાળમાં અનેક વાર એગ્ઝિટ પોલના તારણો સદંતર ખોટા પડ્યાના કે આંશિક સાચા હોવાના અનેક ઉદાહરણો છે.

 

Four zones of Jamnagar to face water supply cut today due to breach in pipeline | Tv9GuajratiNews

FB Comments

TV9 Webdesk11

Read Previous

ગાંધીનગરમાં પ્લોટિંગ સ્કીમના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ

Read Next

જાણો ક્યારે કેટલા સફળ અને નિષ્ફળ રહ્યાં છે Exit Poll

WhatsApp પર સમાચાર