સાંસદોની સંપત્તિ 5 વર્ષમાં 41 ટકા વધી, જાણો ભાજપ અને કોંગ્રેસમાંથી કેટલાં ઉમેદવારો કરોડપતિ?

લોકસભાની ચૂંટણીમાં કરોડો રુપિયાના દાવા થાય છે અને નેતાઓ ચૂંટણી પ્રસારમાં કરોડો રુપિયા ખર્ચી પણ દે છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં 41 ટકા સંપત્તિ સાંસદોની વધી છે.

આ પણ વાંચો: રોડ-શૉને લઈને અમિત શાહ અને મમતા બેનર્જી આમને-સામને, ભાજપે ચૂંટણી પંચને કરી અપીલ તો મમતાએ કહ્યું ‘ભાજપ ગુંડાઓ લાવે છે’

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)ના અહેવાલ પ્રમાણે ચૂંટણી લડી રહેલાં 338 સાંસદોમાંથી 335 સાંસદની એવરેજ સંપત્તિ 23.65 કરોડ રુપિયા છે. 2014ના વર્ષમાં આ આંકડો 16.79 કરોડ હતો. જોવા જઈએ તો પાંચ વર્ષમાં સાંસદોની સંપત્તિ 6.86 કરોડ વધી છે.

READ  પાંચ રાજ્યોમાં હાર પછી શું મોદી અને શાહની જોડી આ પાંચ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે ?

એડીઆરે 17મી લોકસભાની ચૂંટણીના 8,049 ઉમેદવારોમાંથી 7928 ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું છે. આમાંથી 29 ટકા ઉમેદવારોની સંપત્તિ એક કરોડથી વધારે છે. જેમાં ભાજપના 79 ટકા, કોંગ્રેસના 71 ટકા, બસપાના 17 ઉમેદવારો અને સપાના આઠ ઉમેદવારોનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે 1500 ઉમેદવારો મેદાનમાં છે.

FB Comments