ચૂંટણી પરિણામો પહેલા વિપક્ષી ગઠબંધન થયું વધારે સક્રિય, 24 કલાકમાં ચંદ્રબાબૂ નાયડૂની બીજી વખત દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના નેતા ચંદ્રબાબુ નાયડૂએ ભાજપ વિરોધી ગઠબંધનને એક મંચ પર લાવવાનું કામ શરૂ કરી દીધુ છે. તેમણે રવિવારે સતત બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: ‘જય શ્રી રામ’ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ

 નાયડૂએ શનિવારે રાહુલ ગાંધી અને શરદ પવારની સાથે અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, સુધાકર રેડ્ડી અને ડી રાજા સાથે પણ મુલાકાત કરી હતી. તેઓએ સાંજે લખનઉ પહોંચીને માયાવતી અને અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી જે સકારાત્મક રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

READ  જે કામ દુનિયાનો કોઈ ડૉક્ટર પૈસા લઈને પણ ના કરી શક્યો તે કામ સુરતના સરકારી ડૉક્ટરે મફતમાં કરી દીધું

ચંદ્રબાબુ નાયડૂ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવવા માટે વિપક્ષી દળોને એક કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડૂ થોડા સમય પહેલાં સુધી NDAમાં જ હતા. પરંતુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાના કારણે તેમણે નારાજ થઈને NDAથી અલગ થઇ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવી રહ્યા છે.

 

Top 9 Metro News Of The Day : 21-02-2020 | Tv9GujaratiNews

FB Comments