પ્રશાંત કિશોર JDU અને RJDને મર્જ કરવાના પ્રસ્તાવ લઇને આવ્યા: રાબડી દેવી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ દાવો કર્યો કે પ્રશાંત કિશોર તેમના પતિ લાલુ પ્રસાદ યાદવને નિતિશ કુમારની પાર્ટી JDU અને તેમની પાર્ટી RJDને મર્જ કરી અને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માટે મળ્યા હતા.

રાબડી દેવીએ એવુ પણ કહ્યુ કે પ્રશાંત કિશોર એવુ કહી રહ્યા હોઇ કે આવા કોઇ પ્રસ્તાવ સાથે તેઓ મળ્યા જ નથી તો તે ખોટુ બોલી રહ્યા છે. વધુમા એમને જણાવ્યુ કે પ્રશાંત કિશોર 5 થી 7 વખત આ પ્રસ્તાવ સાથે તેમના બંગલે આવ્યા હતા અને તેમનો સ્ટાફ તેમજ સીક્યુરીટી પર્શન આ ઘટનાના સાક્ષી છે.

READ  VIDEO: તુર્કીના ઈસ્તાંબુલમાં લેન્ડિંગ થયા બાદ રન-વે પર લપસતા પ્લેનના ત્રણ ટૂકડા થયા, 120 જેટલા લોકો ઘાયલ

 

 

નિતિશ કુમાર ગયા વર્ષે જ RJD અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન છોડીને ભાજપ NDA સાથે ફરીથી જોડાઇ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ લાલુ પ્રસાદ જેલમાંથી જ પ્રશાંત કિશોર સાથે ફોન પર વાત કરતા હતા.

પ્રશાંત કિશોર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ JDUમાં જોડાઇ ગયા હતા. તેમને ટ્વિટર પર કહ્યુ હતુ કે પાર્ટીમાં જોડાયા એ પહેલા તેઓ ઘણી વખત લાલુ પ્રસાદને મળ્યા હતા.

READ  JDU નેતા અને કર્ણાટકના પૂર્વ CM કુમારસ્વામી દ્વારા યેદિયુરપ્પાનું સમર્થન, નારાજ થઈ કોંગ્રેસ

 

Patan: Authority to home quarantine 40 people suspiciously linked to Nizamuddin Tablighi Jamaat meet

FB Comments