લોકસભા 2019ની ચૂંટણીની સૌથી મોટી ખબર! પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠકથી લડી શકે છે ચૂંટણી: સૂત્ર

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા મૂજબ પ્રિયંકા ગાંધી પોતે જ વારાણસીથી ચૂંટણી લડવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેઓએ ચૂંટણી લડવા માટે હા પાડી છે પરંતુ તેનો અંતિમ નિર્ણય તો પાર્ટી અધ્યક્ષ અને તેમના ભાઇ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જ લેશે.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બન્યા બાદ પ્રિયંકા ગાંધી વધારે સક્રિય બની કામ કરી રહ્યા છે અને ઉત્તર પ્રદેશમાં સતત રોડ શૉ, રેલીઓ અને જનસભા કરીને પ્રચાર કરી રહ્યા છે. પાર્ટીના એક કાર્યકરે કરેલા પ્રશ્નના જવાબમાં પણ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રચારની શરૂઆત પ્રયાગરાજથી બનારસ સુધીની બોટ યાત્રાથી કરી હતી.

 

 

29 માર્ચે પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશમાં તો બહુ ફર્યા પરંતુ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના એક પણ ગામમાં નથી ગયા. નરેન્દ્ર મોદી જો કોઇ ગામમાં જ ના ગયા હોય તો તેનો વિકાસ કેવી રીતે કરશે?  આવો પ્રશ્ન તેમણે કર્યો હતો. આમ, આ પરથી લાગી રહ્યુ છે કે પ્રિયંકા ગાંધીની ઈચ્છા વારાણસીથી ચૂંટણી લડી અને જો જીત મળે તો ત્યાંના લોકોનો વિકાસ કરવાની છે.

 

Rapar receives 1.5 inch rainfall within 2 hours, Kutch | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ફ્રેચ મીડિયાનો દાવો, રાફેલ ડિલ બાદ અનિલ અંબાણીની કંપનીને ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી

Read Next

જાણો મુકેશ-નીતા અંબાણીના 3માંથી કેટલાં બાળકો IVFથી જન્મ્યા છે?

WhatsApp પર સમાચાર