લોકસભાની 78 સીટ નક્કી કરશે દેશની સત્તા, જાણો આ સીટો પર કઈ પાર્ટીઓ છે મજબૂત?

એગ્ઝિટ પોલના અનુમાનોના આધારે લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓની ટકકર 78 સીટ પર જોવા મળશે. જોકે આ મહત્ત્વની સીટ પર ભાજપના સહયોગી દળોનો કબજો જોવા મળી રહ્યો છે જો પરિસ્થિતિ જરાપણ બદલાઈ તો તેના લીધે દેશની રાજનીતિ બદલાઈ શકે છે.

17મી લોકસભામાં 17મેના રોજ ચૂંટણી પ્રચાર પુરો થયો અને તેના પછી આ એગ્ઝિટ પોલના તારણો આવ્યા. આ એગ્ઝિટ પોલના તારણો જોવા જઈએ તો એનડીએને ભારે બહુમત મળી રહ્યો છે અને જો આવું થયું તો મોદી સરકારને ફરીથી સત્તા મેળવતા કોઈ નહીં રોકી શકે.

આ પણ વાંચો:  પાકિસ્તાનમાં પણ ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાશે લાઈવ, ભારત સરકાર દ્રારા કરાઈ છે આ શહેરમાં ખાસ વ્યવસ્થા

એગ્ઝિટ પોલના અનુમાનોને જોઈએ તો એક એવું તારણ સામે આવે છે જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે 78 સીટ આ દેશની રાજનીતિ નક્કી કરશે. 78 પરથી નક્કી થશે કે સત્તાની કમાન કોના હાથમાં જશે અથવા કોણ કિંગમેકર બનશે? એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને જોવા જઈએ તો 78 સીટમાં 37 સીટ પર એનડીએ આગળ ચાલી રહ્યું છે તો 17 સીટ પર યુપીએનું પલ્લું ભારી છે. બાકીની સીટ પર અન્ય દળો જેવા કે તૃણમુલ કોંગ્રેસ, ટીડીપી, વાએસઆર, બીજેડી અને બસપા અને સીપીઆઈએમ જેવા દળોનો સમાવશે થઈ શકે છે.

 

આ સીટો પર વિવિધ દળોની એવી રીતે ટક્કર છે કે ત્યાં કોને સત્તા મળશે તે કહીં શકાય તેમ નથી કારણ કે આ બધી સીટ પર હાર-જીતનો તફાવત માત્ર 2થી 3 ટકા વોટ સાથે છે. જે પાર્ટીઓ આ સીટ પર પોતાનો કબજો જમાવવામાં સફળ રહી તેને આ ચૂંટણીમાં મોટો ફાયદો થશે. આ સીટમાં મુખ્યત્વે એગ્ઝિટ પોલમાં ભાજપને સૌથી વધારે સીટો મળતી દેખાઈ રહી છે પણ હકીકત તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ જ બહાર આવી શકશે.

 

Amdavadis get some respite as rain arrives | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

સાવધાન! જો તમે Truecaller એપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, માર્કેટમાં વેચાઈ રહ્યો છે તમારો પર્સનલ ડેટા

Read Next

વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

WhatsApp પર સમાચાર