ભાજપે ગુજરાતમાં સોશિયલ મીડિયા માટે બનાવી ‘ત્રિસ્તરીય રણનીતિ’, ફેક ન્યુઝથી બચવાની ખાસ આપવામાં આવી સલાહ

બીજેપી હવે ગુજરાતમાં મતદારો સુધી પહોંચડવા માટે સોશિયલ મિડીયાના તમામ પ્લેટફ ફોર્મનો ઉપયોગ કરવાની રણનીતિ બનાવી છે. ત્રિસ્તરીય આ રણનીતિમાં બીજેપી પોતાના આધિકારીક એકાઉન્ટથી તો માત્ર સરકારની ઉપલબ્ધીઓ ગાવશે.વિરોધીઓ માટે તેણે ખાસ વોલિંટરિયર્સની ફોજ ઉભી કરવાની રણનીતિ બનાવી છે. જેમાં પઇડ કાર્યકર્તાની સાથે વિચારધારા સાથે સંકડાયેલા લોકો પણ હશે.

સોશિયલ મીડિયાની અપાઇ તાલીમ

લોકસભા પ્રચાર માટે બીજેપી તમામ માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરવાની રણનીતિ બનાવી છે. તેમના વોલિટીયર્સ વધુ પ્રમાણમાં જોડાય તેના માટે બુથ સ્તરે પાંચ કાર્યકર્તાઓને જવાબદારી સોપાઇ છે. એટલે કે એક બુથ ઉપર પાંચ લોકો હોય તો 50 હજાર બુથો ઉપર અઢી લાખથી વધુ યુવાઓને જોડી દેવાયા છે. હવે તેમને ખાસ પ્રકારની તાલીમ આપવા માટે દિલ્હીથી ખાસ પ્રકારની ગાઇડ લાઇન આપી દેવાઇ છે. જેમાં સોશિયલ મિડીયા વોરિયર્સને તે પ્રમાણે જ કામગીરી કરવા તાકીદ કરાઇ છે. જેના માટે પ્રદેશ મુખ્યાલયમાં ખાસ પ્રકારની બેઠકનુ આયોજન પણ કરાયું.

બીજેપીએ ત્રિસ્તરીય આયોજન ગોઠવ્યું

પહેલા સ્તરે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીનો ફેલાવો કરશે આના માટે સ્ટેટ અને સેન્ટ્રલ ટીમથી સમાગ્રી પોસ્ટ કરાવવા માટે આવશે. જેની પુર્વ મંજુરી ઇલે્કશન કમિશન થકી લેવાઇ હશે. આમા બીેજપીના જિલ્લા અને તાલુુકા સ્તરના કાર્યકર્તાઓ ભાજપના વોલંટીયર્સ ટીમની હશે જે જવાબ આપશે. ટીમની સ્ટ્રેન્થ વધે તેના માટે પ્રયાસો થશે.

READ  VIDEO: 7 દિવસ પહેલા નારોલથી ગુમ થયેલો 4 વર્ષનો બાળક સુરત સ્ટેશનથી મળી આવ્યો

બીજા સ્તરે ટીમ જે બીજેપીના વિચારો અને બીજેપીના નેતાઓ સાથે પ્રભાવિત છે તેની હશે જેમાં સંઘની સંસ્થાઓના કાર્યકર્તાઓનો સમાવેશ થશે. તો વિચારધારાથી પ્રભાવિત લોકોને સાથે લેવાશે.

ત્રીજા સ્તરે એવા સોશિયલ મીડિયા યુઝર્સનો ઉપયોગ કરાશે જેઓ બીજેપી સાથે સમ્મત ભલે ન હોય. પણ કોંગ્રેસની વિચાર ધારાના તેઓ વિરોધી હોય તેમને પણ બીજેપી પોતાની સાથે રાખશે, જેમાં સેલીબ્રિટીથી માંડી સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સને પણ જોડવા આવશે.

હવે તમને એ પણ બતાવી દઇએ કે કયા પ્રકારની સુચનાઓ આ બીજેપી સોસિયલ મીડિયા વોરિયર્સને અપાઇ છે.

શું કરવાની સલાહ અપાઇ

ખુબ બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા ગ્રુપોમા સમાન્ય લોકોને જોડવું.
કોઇ પણ સામગ્રી જેનાથી બીજપીનો પ્રચાર થાય, તે પછી વિડીયો હોય લેખન સામગ્રી હોય તેનો બહોળો પ્રચાર કરવો.
બીજેપીના વિરોધમાં કોઇ સમાગ્રી આવે તો તેનો વિરોધ કરવો
ફેક ન્યુઝથી બચવાની સલાહ અપાઇ છે
વિરોધીઓના ગોટાળાને લોકોમાં યાદ કરાવતુ રહેવાનું.
જરુર પડ્યે તો તાલુકા સ્તરે પાચથી દસ લોકોની ટીમ બનાવીને ઇલેક્શન સુધી કાર્યરત રહેવાના સુચના અપાઇ
તો પ્રદેશ સ્તરે નિરીક્ષણ રાખવા માટે પ્રદેશની ટીમને પણ વોટ્સ એપ ગ્રુપમાં રાખવા કેહવાયુ છે.

READ  Porbandar : Unknown person booked for throwing 'acid' on cow - Tv9 Gujarati

શું ન કરવાની સલાહ અપાઇ

એવી કોઇ પણ સમાગ્રી પોસ્ટ ન કરવી જેનાથી બીજેપીની છબીને નુકશાન થાય
કોઇ પણ પ્રકારની અશ્લીલ લેખન કે વિડીયો અથવા ફોટો ન પોસ્ટ કરવા સખત સુચના અપાઇ
જેમને ન ફાવતુ હોય તેમને સક્રીય કામગીરીથી દુર રાખવા કહેવાયું
જે ખબર ન હોય તેવા વિવાદોમા પડીને એનર્જી વેસ્ટ નકરવા
આચાર સહિત્તાનો ભંગ થાય તેવી વાતો પણ ન મુકવા કેહવાયું
કોગ્રેસને ટાર્ગેટ કરવાના જોશમાં સોસિયલ મિડિયામા ટ્રોલ ન થઇ જઇએ તેનુ ધ્યાન રાખવા કહેવાયુ.
આમ બીજેપીએ હવે ગાઇડ લાઇન આપીને પોતાના કાર્યકર્તાઓને કમ સે કમ ગુજરાતમાં 23મી એપ્રિલ મતદાન ન પતે ત્યા સુધી સક્રીય રહેવા કહી દેવાયુ છે, પાર્ટીને ખબર છે કે 2017મા ગુજરાતમાં બીજેપી સોસિયલ મિડીયા કમજોર હોવાની ફરિયાદ છેક દિલ્હી સુધી થઇ હતી,ત્યારે આ ભુલને બીજેપી પ્રદેશ યુનિટ પુનરાવર્તિત કરવા માંગતી નથી.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ગોવામાં ભાજપ માટે સંકટના વાદળ, કોંગ્રેસે રજુ કર્યો સરકાર બનાવવાનો દાવો

સોશિયલ મીડિયા થકી બીજેપી રાજ્યના દોઢ કરોડ ફોન ધારકનુ કરશે સંપર્ક
બીજેપી સોશિયલ મીડિયા થકી આમ તો નવા મતદારોને નિશાન બનાવશે. ભાજપ તરફ આકર્ષવા માટે વિવિધ કેમ્પેઇન ચલાવશે ત્યારે રાજ્યમા બીજેપીના સભ્યો છે તે એક કરોડ કરતા વધુ છે. બીજેપી આ તમામ ફોન ધારકોનો સોશિયલ મીડિયા થકી સંપર્ક કરશે. મેસેજ થકી અને ઓટો કોલર કોલીંગ થકી સંપર્ક કરશે. બીજેપી સોશિયલ મીડિયા ટીમના સુત્રોની માનીએ તો પક્ષ પાસે એક કરોડ કરતા વધુ ફોન નંબરો સ્ટોર છે. જેમાં કાર્યકર્તાઓ તો છે પણ એવા લોકો પણ છે જેઓ મિસ કોલ મારીને પાર્ટીના સદસ્ય બન્યા હતા.

Human Rights Body orders probe in Encounter of all 4 accused in Hyderabad Vet's Rape and Murder |Tv9

FB Comments