મોદી વિરોધી મહાગઠબંધનની કવાયતને મોટો આંચકો, 27 ફેબ્રુઆરીએ યોજાનારી વિપક્ષી દળોની બેઠકમાં નહીં જોડાય ડાબેરીઓ, SB-BSPના જોડાવાની શક્યતા નહિંવત્

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી વિરોધી મહાગઠબંધન બનાવવાની વિપક્ષની કવાયતને મોટો આંચકો લાગ્યો છે.

દિલ્હીમાં આગામી 27 ફેબ્રુઆરીએ મોદી વિરોધી વલણ ધરાવતા તમામ રાજકીય પક્ષોની એક બેઠક થવાની છે. આ બેઠક લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ (MCP)બનાવવાને લઈને બોલાવવામાં આવી છે. બેઠકમાં કૉંગ્રેસ, ટીડીપી, આરજેડી સહિત અનેક રાજકીય પક્ષો સામેલ થવાના છે, પરંતુ ડાબેરી પક્ષોએ આ બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે.

READ  અમદાવાદમાં કારની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે મોત, જુઓ VIDEO

નોંધનીય છે કે આ બેઠકને કૉંગ્રેસ અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. આ વાતનો અંદાજો આનાથી જ લગાવી શકાય કે કૉંગ્રેસે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિ (CWC)ની અમદાવાદ-ગુજરાતમાં 26 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠક પણ 28 ફેબ્રુઆરી પર ટાળી દીધી હતી. કહેવાય છે કે 27 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાનાર વિપક્ષી ળોની આ બેઠકમાં બેઠકોની વહેંચણીના મુદ્દે પણ ચર્ચા થવાની છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશે તથા તેમના જાહેરજીવનમાં પ્રતિષ્ઠા વધશે

એવામાં ડાબેરી પક્ષો માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (CPM), ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (CPI), ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી લેનિનવાદી) (CPIML) અને ફૉરવર્ડ બ્લૉકે વિપક્ષી નેતાઓની આ બેઠકથી કિનારો કરી લીધો છે.

દરમિયાન આ બેઠકમાં ઉત્તર પ્રદેશના બે મહત્વના પક્ષો સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતાઓ અખિલેશ યાદવ, માયાવતી કે તેમના કોઈ પ્રતિનિધિ ભાગ લેશે કે કેમ, તે હજી સુધી કંઈ નક્કી નથી. બંનેના ભાગ લેવાની શક્યતા નહિંવત છે, કારણ કે બંને પાર્ટીઓ પહેલા જ ઉત્તર પ્રદેશ માટે ગઠબંધન કરી ચુકી છે અને કૉંગ્રેસને સ્પષ્ટપણે નકારી ચુકી છે.

READ  ચૂંટણી સિઝન : Poster war, " ગલી ગલી શોર હૈ, જીજા સાલા ... "

[yop_poll id=1791]

Oops, something went wrong.
FB Comments