માયાવતીએ ઈશારામાં જ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યકત કરી

બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ ભલે જાહેર કર્યુ કે આ વખતે લોકસભાની ચૂંટણી તે નહી લડે પણ વડાપ્રધાન પદની દાવેદારીને લઈને તેમને ઈચ્છા વ્યકત કરી છે.

ઉત્તરપ્રદેશના રાજકારણમાં માયાવતી મહત્વનું પાત્ર છે. રાજકીય વિશ્લેષકો પણ માને છે કે જો કોઈ એક પાર્ટીને અથવા તો ગઠબંધનને બહુમતી નથી મળતી તો માયાવતી પણ વડપ્રધાન પદ માટે દાવેદાર થઈ શકે છે. હવે ઈશારા-ઈશારામાં માયાવતીએ વડપ્રધાન પદ માટે ઈચ્છા વ્યકત કરી છે. માયાવતીએ ટ્ટિટર પર લખ્યું હતું કે ભલે તે ચૂંટણી નથી લડી રહ્યા પણ તે વડાપ્રધાન પદની દાવેદાર છે. તેમના પ્રશંશકો અને BSP કાર્યકર્તાઓને કહ્યું કે ચૂંટણી લડવાના નિર્ણયથી નિરાશ ના થાવ.

 

READ  સાંસદોની સંપત્તિ 5 વર્ષમાં 41 ટકા વધી, જાણો ભાજપ અને કોંગ્રેસમાંથી કેટલાં ઉમેદવારો કરોડપતિ?

 

માયાવતીએ ટ્વિટ કર્યુ હતુ કે જે પ્રકારે 1995માં જ્યારે પહેલીવાર ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી બની હતી. ત્યારે ઉત્તરપ્રદેશના કોઈ પણ પાર્ટીના સભ્ય નહતા. તેવી જ રીતે કેન્દ્રમાં પણ વડપ્રધાન કે મંત્રીને 6 મહિનાની અંદર લોકસભા કે રાજયસભાનું સભ્ય બનવું પડે છે. તેથી અત્યારે ચૂંટણી નહી લડવાના નિર્ણયથી લોકોને નિરાશ થવાની જરૂર નથી.

ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટ પરથી SP-BSP અને RLD ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. BSP-38,SP-37 અને RLD-3 સીટો પર મેદાનમાં ઉતરશે. જ્યારે અમેઠી અને રાયબરેલીની 2 સીટ ગઠબંધન વગર કૉંગ્રેસ માટે છોડી દીધી છે.

READ  ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 324 પોઝિટિવ કેસ તો 191 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

Oops, something went wrong.

FB Comments