‘યૂટર્ન’ માસ્ટર કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર પર ઘમાસાણ, દિલ્હીની સીટોને લઈને વિવાદ વકર્યો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ગઠબંધન માટે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દિલ્હીમાં 4 સીટો આપવા માટે તૈયાર છે અને હવે વારો આમ આદમી પાર્ટીનો છે.

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લઈને અનેક અટકળો સેવાઈ રહી છે. આ સમયે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લું આમંત્રણ આપી દીધું છે. રાહુલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 4 સીટ આપવાની ઓફર પણ કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તો તૈયાર છે પણ કેજરીવાલના લીધે નિર્ણય લેવામાં મોડું થઈ રહ્યું છે.

READ  'નર્મદાનું પાણી પીવાલાયક છે કે નહીં' તે અંગે પાણી-પુરવઠા વિભાગના અધિકારીઓ વચ્ચે જ છે મતભેદ, સ્થાનિક અધિકારીના નિવેદન પર અપાયો તપાસનો આદેશ!

 

 

 

રાહુલ ગાંધીના આ ટ્વિટને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે પ્રતિક્રિયા પણ આપી દીધી છે. રાયે રાહુલ ગાંધીના ટ્વિટના જવાબમાં લખ્યું કે રાહુલ ગાંધીજી 18 સીટ પર ભાજપને હરાવવા માટે રસ કેમ નથી દાખવી રહ્યાં? રાહુલ ગાંધીજીએ 4 સીટનો દરવાજો ખોલ્યો છે તો અમે દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં 18 સીટ પર ભાજપને હરાવવા માટે દરવાજો ખોલી રાખ્યો છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે પણ રાહુલ ગાંધીના આ ટ્વિટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી.  જેમાં કોંગ્રેસ પાર્ટીને એમ કહેવામાં આવ્યું છે કે માત્ર દિલ્હીની સીટો પર જ કેમ ગઠબંધન જ્યારે આમ આદમી પાસે તો પંજાબમાં 4 સાંસદ અને 20 ધારાસભ્યો છે.

READ  ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે 'એર સ્ટ્રાઇક'નો શ્રેય !

 

Oops, something went wrong.
FB Comments