ઓપરેશન બાલાકોટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈન્દિરા ગાંધી સાથે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના

Rajnath Singh. (File Photo: IANS)

હરિદ્વારમાં ચૂંટણીની સભામાં સંબોધન કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઈન્દિરા ગાંઘી સાથે કરી હતી.

તેમને સભામાં સંબોધન કરતા કહ્યું કે 1971માં ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, તે સમયે અટલ બિહારી વાજપેયીએ સાંસદમાં ઉભા થઈને તેમની પ્રશંસા કરી હતી. જો પાકિસ્તાનને પરાજય કર્યા પછી ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકે છે તો પાકિસ્તાનને સબક શિખવાડવા પર મોદીજીની પ્રશંસા કેમ નથી થઈ શકતી?

 

READ  સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

પણ કોંગ્રેસના લોકોને વિરોધ છે અને કહી રહ્યા છે કે કેટલા લોકોને ઠાર કર્યા? વીર લોકો મૃતદેહો નથી ગણતા. વધુમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના કોઈ પણ મંત્રીની વિરૂધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ નથી. ત્યારે કોંગ્રેસને ભાજપ પાસેથી શીખવુ જોઈએ કે સરકાર કેવી રીતે ચલાવી શકાય છે.

 

READ  અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTSની અડફેટે બે સગા ભાઈઓના મોત, કેન્ડલ માર્ચ દ્વારા આપી શ્રદ્ધાંજલિ

Top News Headlines Of This Hour : 29-01-2020 | Tv9GujaratiNews

FB Comments