દેશમાં સૌથી ઓછી ઉંમરના મહિલા સાંસદ ચંદ્રાણી મુર્મૂની કહાની સાંભળીને તમે પણ ગર્વ કરશો, 17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો પોતાનું પ્રતિનિધિત્વ કરશે

લોકસભામાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ રાખવાની ચર્ચા તો અનેક વખત કરવામાં આવે છે. પરંતુ એ વાત પર હજુ પણ સર્વસંમતિ સર્જાઈ નથી. જો કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પોતાના મેનિફેસ્ટમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની વાત કરી છે. વાત અને વાયદા તો દરેક પાર્ટી કરે છે પરંતુ તેને શક્ય બનાવવા માટે કોઈ ગંભીરતા દાખવતું નથી. તો બીજી તરફ કોઈ પાર્ટી પોતાના અંગત નિર્ણયથી 33 ટકા ટિકિટ મહિલાઓને આપી શકે છે તેમ છતાં એ કાર્ય થતું જોવા નથી મળ્યું. ત્યારે આ કામગીરી ઓરિસ્સામાં BJDએ કરી બતાવી છે. જેમણે 33 ટકા મહિલાઓને ટિકિટની ફાળવણી કરી હતી.

READ  ઝઘડિયાના 10 ગામમાં ઘૂસ્યા પાણી, 400 લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ VIDEO

આ પણ વાંચોઃ સંસદીય દળની બેઠકમાં સર્વસંમતિથી NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી થતા સૌ પ્રથમ આ કાર્ય કર્યું, હોલમાં મોદી-મોદીના ગુંજ્યા નારા

 

દેશમાં અત્યાર સુધીમાં 17મી લોકસભા એટલે આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં મહિલાઓ ચૂંટાઈને આવી છે. જેમાંથી 7 મહિલા સાંસદો ઓરિસ્સામાંથી પ્રતિનિધિત્વ કરશે. 5 મહિલા સાંસદ BJD અને 2 મહિલા સાંસદ BJPમાંથી ચૂંટાયા છે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે, અત્યાર સુધીમાં આદિવાસી સમાજમાંથી બનેલા સાંસદોમાં સૌથી ઓછી ઉંમરના મહિલા સાંસદ પણ ઓરિસ્સાના છે. BJDના આ સાંસદ ચંદ્રાણી મુર્મૂ પણ શામેલ છે. 25 વર્ષની મુર્મૂ 25 વર્ષની યંગ એન્જીનિયર સાંસદ છે. ઓરિસ્સાની કેન્ઝાર બેઠક પરથી તેમણે જીત મેળવી છે.

READ  કૉંગ્રેસને જિતાડવાની અપીલ કરવામાં આ મહાન દળના નેતાએ પાકિસ્તાન મુદ્દે કરી નાખ્યો એવો બફાટ કે રાજ બબ્બર પણ ક્ષોભમાં મૂકાઈ ગયા

11 more tested positive for Coronavirus in Gujarat today | Tv9GujaratiNews

ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ચૂંટણી અગાઉ જ કહ્યું હતું કે તેમની પાર્ટી આ ચૂંટણીમાં 33 ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપશે. અને 21માંથી 7 બેઠક પર ટિકિટ આપીને વાયદો નિભાવ્યો પણ છે. જેમાંથી 5 મહિલા ઉમેદવારે જીત પણ હાંસલ કરી છે.

FB Comments