લોકસભાની ચૂંટણી પહેલાં ભાઈઓ વચ્ચે જામ્યો જંગ, ભાજપના વર્તમાન સાંસદ અને તેમના સગા ભાઈ એ ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું

લોકસભા 2019 ની ચુંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી શરુ કરી છે. તો વલસાડ ડાંગની બેઠક માટે નિરીક્ષકો આવ્યા હતા અને આ સેન્સ લેવા માટે મળેલી બેઠકમાં બે સગા ભાઈઓએ ટિકિટ માંગતા નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા કેમકે આ બે સગા ભાઈ બીજા કોઈ નહિ પરંતુ વર્તમાન સાંસદ અને તેમના ભાઈ છે.કેહવાય છે કે રાજકારણમાં લોહી લોહીનું નથી થતું.

શું છે સમગ્ર ઘટના ?

ખુરસીના નશામાં કોઈ પણ હદ્દ સુધીનું રાજકારણ ખેલાય છે.ત્યારે આજ પ્રકારનો કિસ્સો વલસાડ-ડાંગ લોકસભાની બેઠકમાં સામે આવ્યો છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

READ  મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO

પારડીના સ્વાધ્યાય મંડળમાં ભાજપના નિરીક્ષકો રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા,વિવેક પટેલ અને દર્શિની બેન એ પાર્ટીના કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સાંભળ્યા હતા. જોકે નિરીક્ષકો સમક્ષ વર્તમાન સાંસદ ડોક્ટર કે.સી.પટેલ  એ પણ દાવેદારી કરી હતી.સાથે જ રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર એ પોતે દાવેદારી નથી કરી પરંતુ તેમના સમર્થનમાં અનેક લોકો એ નિરીક્ષકો સમક્ષ રજૂઆતો કરી હોવાથી તેઓ પણ વલસાડ-ડાંગ લોકસભા બેઠક પરથી લડવા માટે પ્રબળ દાવેદાર ઉભરી રહ્યા છે.

આ પણ વાંચો : ધસમસતા નીર અને તેજ પ્રવાહ માટે જાણીતી ગુજરાતની જીવાદોરી નર્મદા, હવે પગપાળા ઓળંગતા લોકો નજરે પડયા

વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ તરફથી લડવા માટે 14 લોકો એ દાવેદારી કરી છે. આ સાથે જ જિલ્લામાં ટિકિટના  દાવેદાર ના લિસ્ટ પર એક  નજર કરીએ તો.

READ  લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા પહેલા ચેતી જજો, સુરતને RAFની એક કંપની ફાળવવામાં આવી

1)વર્તમાન સાંસદ  ડો કે સી પટેલ

2)ડો ડી સી પટેલ

3) રમણ  પાટકર ,વન  મંત્રી

4)માધુભાઈ રાવત ,માજી ધારાસભ્ય

5)ઠાકોર ભાઈ પટેલ ,માજી ભાજપ જિલ્લા પ્રમુખ

6)શંકર વારલી ,માજી ધારાસભ્ય

7)ગણેશ બિરારી ,ભાજપ મહામંત્રી

8)બાબુભાઇ વરઠા ,આદિવાસી નેતા

9)મહેન્દ્ર ચૌધરી ભાજપ મહામંત્રી

10)પ્રવીણ પટેલ ,ભાજપ અગ્રણી

પરંતુ આ ચહેરાઓ માથી બે ચહેરા એ ચર્ચા જગાવી છે.જેમાં વર્તમાન સાંસદ ડો કે સી પટેલ એ ફરી વખત ટીકીટ ની માંગ કરી છે.તો બીજી બાજુ ડૉ કે સી પટેલ ના સગા નાના ભાઈ ડૉ ડી સી પટેલ એ પણ ટીકીટ ની માગ કરી છે.આમ એક બેઠક પર બે સગા ભાઈઓ એ ટીકીટ ની માંગ કરતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો.આવો પ્રથમ સાંભળીયે ડૉ કે સી પટેલ ને જેઓ બીજી વખત ટીકીટ ની માંગ કરી છે.તો તેમના ભાઇ એ પણ ટીકીટ માંગી હોવા અંગે તેઓ શું કહી રહ્યા છે.

READ  જસપ્રીત બુમરાહના તોફાનમાં ઉડી ગઈ વેસ્ટઈન્ડીઝની ટીમ, બુમરાહે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

Ahmedabad's Motera stadium kept on standby to tackle unwanted situation arising out of Covid19

FB Comments