જાણો આ વ્યક્તિ કેમ ચૂંટણી પંચને આત્મહત્યા કરવાની ધમકી આપી રહ્યો છે?

ભારતની ચૂંટણીમાં અઢળક ખર્ચો થાય છે અને પાર્ટીઓ પણ બેફામ પૈસાનો ઉપયોગ પ્રચારની પાછળ ખર્ચે છે. આ ખર્ચની જંગી રકમ પર લગાવવા અને ચૂંટણી પંચ યોગ્ય કડક નિયમ બનાવે તે માટે એક વ્યક્તિ સાયકલ યાત્રા પર નીકળી પડ્યો છે.

ચૂંટણીમાં બેફામ ખર્ચા પર લગામ લગાવવાની માગ સાથે મધ્યપ્રદેશના બૈતૂલ શહેરથી એક વ્યકિત સાયકલ યાત્રા પર નીકળ્યો છે. આ યાત્રા બૈતૂલથી દિલ્હી સુધીની રહેશે અને તેમાં તે કુલ 980 કિલોમીટરનું અંતર કાપીને લોકોને આ બાબતે સમજાવશે. ખાસ વાત એ ચંદ્ર શેખર જે સાયકલ યાત્રા પર નીકળ્યાં છે તે માત્ર 4 દિવસમાં પૂરી કરશે તેવું તે જણાવી રહ્યાં છે.

 

READ  RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

ચંદ્ર શેખર જે પોતે આ 980 કિમીની યાત્રા પર નીકળ્યા છે તેઓ 28 માર્ચના રોજ નવી દિલ્હી પહોંચીને ચૂંટણી પંચને મળવાના છે. જો ચૂંટણી પંચ તેમની માગોને નહીં સ્વીકારે તો તેમણે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી છે. આમ ચૂંટણીમાં થતા બેફામ ખર્ચા પર લગામ લગાવવા માટે આ આઝાદ ચંદ્ર શેખર પોતાની 980 કિમીની યાત્રા પર નીકળી ચૂક્યા છે.

READ  કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?

Centre Recommends Rejection of Nirbhaya Rapist's Mercy Plea, File Sent to President Kovind | Tv9

FB Comments