વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન હેઠળ 500 જગ્યા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ચર્ચા

લોકસભા ચૂંટણી પ્રચારની તમામ ચર્ચા ‘ચોકીદાર’ શબ્દ પર આવીને રોકાઈ છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 500 જગ્યા પરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈન કરવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે બીજી બાજુ વિપક્ષે હુમલો કર્યો છે. માયાવતીએ આ કેમ્પેઈન પર હુમલો કરતા કહ્યું કે ‘સરળ જીવન ઉચ્ચ વિચારના વિરોધી શાહી અંદાજમાં જીવનારા જે વ્યકિતએ ગઈ લોકસભા ચૂંટણી વખતે વોટ માટે પોતાને ‘ચા વાળા’ જાહેર કર્યા હતા. તે હવે આ ચૂંટણીમાં વોટ માટે શાનથી પોતાને ચોકીદાર જાહેર કરી રહ્યા છે. દેશ સાચે જ બદલાઈ રહ્યો છે.

 

READ  માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

 

SP ચીફ અખિલેશ યાદવે પણ ટ્ટિટ કરીને કહ્યું કે વિકાસ પૂછી રહ્યો છે કે જનતાના બૅંક ખાતામાંથી જે પૈસા કપાય છે. શું તેને બચાવવા માટે કોઈ ચોકીદાર છે? મંત્રાલયમાંથી રાફેલની ફાઈલ ચોરી થવા પર જવાબદાર ચોકીદારને સજા મળી?

ત્યારે ભાજપે ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેઈનને ચૂંટણીની થીમ બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે વડાપધ્રાન નરેન્દ્ર મોદી દેશની 500 જગ્યાએથી 31 માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘મેં ભી ચોકીદાર’ આંદોલનને લઈને  લોકોની સાથે ચર્ચા કરશે. આ એક મોટું જનઆંદોલન બની ગયું છે.

READ  શું લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે?

Oops, something went wrong.

FB Comments