સાત સમુદ્ર પાર પણ લાગ્યો લોકસભાની ચૂંટણીનો રંગ, બ્રિટેનના રસ્તા પર શરૂ થયો ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર

એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે તેના પ્રચારમાં પણ તમામ રાજકીય પક્ષો જોડાઇ ગયા છે. ત્યારે દેશની બહાર પણ ભારતીયો લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે આતુર બન્યા છે. સાત સમુ્દ્ર પાર લંડનમાં રવિવારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : મનોહર પર્રિકરનું અવસાન થતાં ગોવામાં રાજકીય સંક્ટ, નવા મુખ્યમંત્રી માટે નાના પક્ષોએ શરૂ કરી ખેંચતાણ

લોકસભાની ચૂંટણીને જોતાં ભાજપના વિદેશી એકમ ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ બીજેપીએ યૂરોપીય રેસિંગ અદ્વેત દેવધર સાથે આ પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. તેઓ અલગ અલગ વિસ્તારમાં ગાડીઓ સાથે રેલી કાઢી હતી. તો કોંગ્રેસ પણ તેમાં વિદેશી નાગરિકોનું સમર્થન મેળવવામાં પાછળ રહ્યું ન હતું.

OFBJPના અધ્યક્ષ કુલદીપ શેખાવતે જણાવ્યું હતું કે બ્રિટનમાં લગભગ 10 હજાર પ્રવાસી ભારતીય રહે છે, જે ભારતની ચૂંટણીમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ભાગ લે છે. જ્યારે IOC યૂકેના પ્રવક્તા સુધાકર ગોડએ જણાવ્યું કે આ વખતે ચૂંટણી પ્રચાર અભિયાનની અમારી થીમ કોંગ્રેસ પાર્ટીને સત્તામાં લાવવા માટે અને ભારતની પ્રતિષ્ઠા પરત અપાવવા માટેની છે.

આ રેલીમાં હજારો સ્થાનીય કાર્યકર્તા અને બન્ને પક્ષના સમર્થકો સામેલ થયાં હતા. આ બન્ને પક્ષ દ્વારા આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જે જોતાં લાગી રહ્યું છે કે ભારતની 2019ની લોકસભાની ચૂંટણી ગ્લોબલ બનવા જઇ રહી છે.

Gujarat CM Vijay Rupani to visit Junagadh today after BJP's victory in civic polls| TV9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

મનોહર પર્રિકરનું અવસાન થતાં ગોવામાં રાજકીય સંક્ટ, નવા મુખ્યમંત્રી માટે નાના પક્ષોએ શરૂ કરી ખેંચતાણ

Read Next

ગુજરાતમાં ભાજપ માટે મૂંઝવણોનો અંત જ નથી આવતો, ચૂંટણી સમિતિની બેઠક પર અનેક સીટીંગ સાંસદોનો પાર્ટી પાસે નથી કોઇ વિકલ્પ!

WhatsApp પર સમાચાર