જાણો વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ક્યાંથી કરશે મતદાન?

લોકસભાની ચૂંટણીમાં 3 તબક્કાના મતદાનમાં ગુજરાતની 26 સીટનો પણ સમાવેશ થાય છે. આ 3 તબક્કામાં અનેક દિગ્ગજોનું રાજકીય કરીયર દાવ પર છે. 

લોકસભાની ચૂંટણીને લઈને દિગ્ગજ નેતાઓમાં જે ચૂંટણીમાં મતદાન માટે ગુજરાત આવવાના છે તેમાં વડાપ્રધાન મોદીનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી નિશાન હાઈસ્કૂલ, રાણીપ, અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન મતદાન કરવા આવવાના હોવાથી સુરક્ષા પણ વધારી દેવાઈ છે.

READ  દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ કર્યુ ધ્વજારોહણ, જુઓ VIDEO

આ પણ વાંચો:  ડેનમાર્કના અરબપતિના ત્રણ બાળકોના શ્રીલંકા સિરિયલ બ્લાસ્ટમાં મોત, વેકેશન માણવા માટે ગયા હતા શ્રીલંકા

 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાની બેઠકના ઉમેદવાર અમિત શાહ પણ પોતાનો મત નારણપુરા ખાતેથી આપશે. નાણાંમંત્રી અરુણ જેટલી અમદાવાદ એસ.જી હાઈવે પર આવેલી ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટયૂટમાં મતદાન કરશે. ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી પોતાનો મત અમદાવાદના શાહપુરમાંથી નાખશે.

READ  CM વિજય રૂપાણીનો હુંકાર, પારદર્શક સરકારમાં નહીં ચલાવી લેવાઈ ભ્રષ્ટાચાર

 

 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર ખાતેથી મતદાન કરશે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કડીથી મતદાન કરશે. જીતુ વાઘાણી પણ ભાવનગર ખાતેથી મતદાન કરશે.

વડાપ્રધાન મોદીના માતા હીરા બા સવારે 9 કલાકે રાયસણ ગ્રામપંચાયત ખાતે મતદાન કરશે.  કોંગ્રેસના પ્રેદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી બોરસદ ખાતેથી મતદાન કરશે. ભરતસિંહ સવારે દેદરડા પ્રાથમિક શાળામાં મતદાન કરશે. જ્યારે સિદ્ધાર્થ પટેલ ડભોઇ કોમર્સ કોલેજ ખાતે મતદાન કરશે. શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર ખાતે મતદાન કરશે. જ્યારે નારાણ રાઠવા છોટાઉદેપુર ખાતે મતદાન કરશે. શંકરસિંહ વાઘેલા વાસણમાં સવારે 9 વાગ્યે મતાધિકારનો ઉપયોગ કરશે.  મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સવારે 10 કલાકે શીલજ ખાતે મતદાન કરશે.

READ  બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા

 

Oops, something went wrong.
FB Comments