બીજા તબક્કાના મતદાન પહેલા NDAને ફટકો, ઓમ પ્રકાશ રાજભરે ફાડ્યો છેડો, પૂર્વાંચલની 25 સીટો પર પાર્ટી લડશે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2019માં પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયા પથી યોગી આદિત્યનાથના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે આજે એક મોટો નિર્ણય લીધો. તેમણે બલિયામાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કર્યા પછી એકલા હાથે 25 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

NDA થી અલગ થવાનો નિર્ણય કરવા વાળા ઓમપ્રકાશ રાજભરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ખાનગી સચિવને પોતાનુ રાજીનામુ આપી દિધુ છે.

રાજ્યના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે યોગી આદિત્યનાથના મંત્રિમંડળથી રાજીનામુ આપતા પૂર્વાચલની 25 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. ઓમપ્રકાશનું કહેવુ છે કે, મે હંમેશા ગઢબંધનના નિયમોનુ પાલન કર્યું છે.

વધુમાં કહ્યું કે. મે વારંવાર મુખ્યમંત્રી પાસે આગ્રહ કરવા છતાં, મારી ભાવનાઓને કોઈ સમજ્યું નહી. માટે મે રાતે 3 વાગે ભોરમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને જઈને તેમના ખાનગી સચિવને પોતાનુ રાજીનામું આપી દિધુ. પરંતુ તેઓએ રાજીનામાનો સ્વિકાર કરવાનો ઈનકાર કર્યો.

કાર્યકર્તા અને મતદારોની લાગણીને માન આપી લોકસભાના છઠ્ઠા અને સાતમાં તબક્કાની ચૂંટણીમાં પૂર્વાંચલથી પોતાના 25 ઉમેદવારો ઉતારવાની જાહેરાત પણ કરી છે. ઉપરાંત તેના માટે ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે, અને જે પણ મુશ્કેલી આવશે તેને પહોંચી વળવાની તૈયારી પણ બતાવી છે.

Top News Stories From Gujarat : 17/07/2019 | TV9GujaratiNews

FB Comments

jignesh.k.patel

Read Previous

ખરેખર ચોકીદાર નિકળ્યો ચોર, બેંક લોકરમાંથી ચોરી કર્યા 11 લાખના દાગીના

Read Next

લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો ‘કિંગમેકર’ની ભૂમિકા નિભાવશે

WhatsApp પર સમાચાર