પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકસાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારને પણ સ્વીકારી લીધી છે. પરંતુ જે વાતની ચર્ચાએ સમગ્ર ચૂંટણીમાં પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું તે નામ છે પ્રિયંકા ગાંધી. પ્રિયંકા ગાંધીને રાતોરાત કોંગ્રેસના મહસચિવ પદે બેસાડી દેવામાં આવ્યા હતા. અને પૂર્વાચલના પ્રભારી પણ બનાવી દીધા હતા. સાથે એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે તેમનો જાદૂ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચાલવાનો છે. તો ક્યાંક આ જ કારણથી કોંગ્રેસે સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહોતું. તો પરિણામ બાદ એ જાણવું જરૂરી છે કે પ્રિયંકા ગાંધીનો જાદુ કેટલો ચાલ્યો છે.

READ  અખાત્રીજના દિવસે જાણો કયો સંયોગ સર્જાવવાનો છે અને તમારા જીવન પર તેની શું અસર પડી શકે છે, સાથે આ કામ કરવાનું ચૂકતા નહીં

 

 

ક્રમ લોકસભા સીટ 2014માં જીતનાર પાર્ટી 2019માં જીતનાર પાર્ટી
1 અમેઠી કોંગ્રેસ ભાજપ
2 આંબેડકર નગર ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી
3 ફૈઝાબાદ ભાજપ ભાજપ
4 આઝમગઢ સમાજવાદી પાર્ટી સમાજવાદી પાર્ટી
5 બલ્લિયા ભાજપ ભાજપ
6 શ્રાવસ્તિ ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી
7 કૈસરગંજ ભાજપ ભાજપ
8 બાહરૈચ ભાજપ ભાજપ
9 બસ્તિ ભાજપ ભાજપ
10 ભાદોહિ ભાજપ ભાજપ
11 ચંદૌલિ ભાજપ ભાજપ
12 દેઓરિયા ભાજપ ભાજપ
13 સાલેમપુર ભાજપ ભાજપ
14 બાંંસગાવ ભાજપ ભાજપ
15 ગાઝીપુર ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી
16 ગોરખપુર ભાજપ ભાજપ
17 ગોંડા ભાજપ ભાજપ
18 જૌનપુર ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી
19 કુશીનગર ભાજપ ભાજપ
20 મહારાજગંજ ભાજપ ભાજપ
21 ઘોસી ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી
22 મિર્ઝાપુર અપના દલ અપના દલ
23 સંત કબિર નગર ભાજપ ભાજપ
24 દોમારિયાગંજ ભાજપ ભાજપ
25 સુલતાનપુર ભાજપ ભાજપ
26 વારાણસી ભાજપ ભાજપ
27 રોબર્ટસગંજ ભાજપ અપના દલ
28 લાલગંજ ભાજપ બહુજન સમાજવાદી પાર્ટી
29 મછલીશહર ભાજપ ભાજપ
READ  VIDEO: કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 9.30 વાગ્યે કેબિનેટ મીટિંગ, મોટો નિર્ણય લેવાની સંભાવના

 

આ પણ વાંચો: લોક્સભા ચૂંટણી પરિણામોની વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં જુદા-જુદા રાજ્યોમાં પાર્ટી વાઇસ શું છે પરિસ્થિતી

 

પૂર્વાંચલમાં ભાજપ, અપના દલ, SP અને BSP પાર્ટીઓએ જ જીત હાંસલ કરી છે અને તેમા કોંગ્રેસનું નામો નિશાન નથી જોવા મળી રહ્યું. આ પરથી કહી શકાય કે જેટલી ઝડપ પ્રિયંકાએ કોંગ્રેસમાં એક સદસ્ય તરીકે એન્ટ્રી કરી તેટલી જ નિષ્ફળતા તેમના ખાતામાં આવી છે.

READ  કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

 

Oops, something went wrong.
FB Comments