લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગ્યા બાદ પણ આ 10 કામ તો ચાલુ જ રહે છે, તમને કોઈ પણ અધિકારી આ કામ કરવાની ના પાડી શકે નહીં!

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયી છે અને સમગ્ર દેશમાં આચાર-સંહિતા પણ અમલમાં આવી ગયી છે. ક્યા એવા કામ છે જે સરકારમાં ચાલુ જ રહેશે જેને આચાર-સંહિતાના લાગવાથી કોઈ જ ફર્ક પડવાનો નથી તેના વિશે જાણવું જરુરી છે.

ઘણાંલોકાના મનમાં એવું હોય છે કે આચાર-સંહિતા લાગવાથી તમામ સરકારી કામો રોકાઈ જાય છે અને સરકારી અધિકારીઓ પણ ઘણીવખત આ કામ કરવાની ના પાડીને આચાર-સંહિતાનું કારણ આગળ ધરી દેતા હોય છે. ભલે દેશમાં કોઈપણ ચૂંટણી યોજાઈ જાય પણ અમુક જે લોકોની જીવન-જરુરિયાતની સુવિધાઓ જે તેના પર કોઈ જ પ્રતિબંધ લાગતો નથી અને તે રાબેતા મુજબ ચાલુ જ રહે છે. ચૂંટણી પંચ પણ લોકોના એવા મુદ્દાને લઈને આચાર-સંહિતામાં છૂટ આપે છે જેનો સીધો જ સંબંધ જરુરિયાતની વસ્તુ સાથે હોય છે.

આચાર-સંહિતા લાગ્યા બાદ પણ આ 10 કામ તો ચાલુ રહેશે

1. આધારકાર્ડ બનાવવું
2. પેંશન કાર્ડ બનાવવું
3. જાતિનું પ્રમાણપત્ર બનાવવું
4.વીજળી-પાણીને લગતી સેવાઓ
5. સાફ-સફાઈ સંબંધી કામ
6. સારવાર માટેના આર્થિક સહયોગને લગતાં કામો
7. રસ્તાઓના સમારકામનું કામ
8. જૂના કોઈપણ ચાલુ પ્રોજેક્ટ પર રોક નહીં લાગે
9. અધિકારી આચાર-સંહિતાનું બહાનું આપીને જીવન-જરુરી કામ હોય તો ના પાડી શકે નહીં
10. મકાનના નકશાઓ માટે વહેલાં અરજી કરી હોય તેના નકશા પાસ થઈ જશે, નવી અરજીઓ નહીં

READ  JNU વિદ્યાર્થીઓની સામે પોલીસ કેસ મામલે શિવસેનાનો ભાજપ પર પ્રહાર, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments