ચૂંટણીના પરિણામ પહેલા સોનિયા ગાંધીએ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ફોન કરીને શુ કહ્યું ?

લોકસભા ચૂંટણી 2019ના સાતમા તબક્કાના મતદાન પહેલા જ UPA અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી પાર્ટીઓને સાથે રાખવા માટે કામે લાગી ગયા છે. સોનિયા ગાંધીએ વિપક્ષી પાર્ટીઓના પ્રમુખ નેતાઓને ફોન કરીને કહ્યું 22, 23 અને 24 મેના રોજ શું તમે દિલ્હીમાં હાજર રહેશો?

તેથી કહી શકાય કે પરિણામ પહેલા જ સોનિયા ગાંધી વિપક્ષના નેતાઓની બેઠક કરવા માટેની જવાબદારી લઈને શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવે છે. ત્યારે એ સંદેશ આપવાનો પ્રયત્ન કરેશે કે ભલે આપણે પ્રી-પોલનો ભાગ ન હોય પણ આપણે બધા મોદીની વિરૂધ્ધ લડીશુ. આપણા ગઠબંધનને ધ્યાનમાં રાખવામાં આવે અને કોઈ એક પાર્ટીની જગ્યાએ ગઠબંધનને જ સરકાર બનાવવાની ઓફર મળવી જોઈએ.

 

લોકસભા ચૂંટણી હજી પુરી પણ નથી થઈ અને વચ્ચે જ ગઠબંધનની શરૂઆત વિપક્ષ પાર્ટીઓના નેતાઓએ શરૂ કરી દીધી છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓએ કમર કસવાની શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે. ત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી UPAના અધ્યક્ષ સોનિયા ગાંધી પુરી રીતે સક્રિય થઈ ગયા છે.

આ પણ વાંચો: કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો ખુલાસો કેમ રૂષભ પંતને ના મળ્યુ વલ્ડૅકપની ટીમમાં સ્થાન?

થોડા દિવસ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. તે દરમિયાન દિલ્હીમાં વિપક્ષ પાર્ટીઓએ 21 મેના રોજ બેઠક કરવાની યોજના બનાવી છે.

 

Surat: Death toll in fire at at a coaching centre in Sarthana area rises to 21- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો ખુલાસો કેમ રૂષભ પંતને ના મળ્યુ વલ્ડૅકપની ટીમમાં સ્થાન?

Read Next

ડાન્સ બારમાં પોલીસે પાડી રેડ, 1 વરિષ્ઠ અધિકારી સહિત 15 લોકોની ધરપકડ

WhatsApp chat