એર સ્ટ્રાઈકના પુરવા માંગી રહેલા વિપક્ષ પર વડાપ્રધાન મોદીએ કર્યો પલટવાર, કેટલાક લોકોની વાતો પર પાકિસ્તાનમાં તાળીઓ વાગે છે

પટનાના ગાંધી મેદાનથી NDAની સંકલ્પ રેલી ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચોકીદારને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. પરંતુ વિશ્વાસ રાખો ચોકીદાર સજાગ છે.

સંકલ્પ રેલીને સંબોધિત કરતી વખતે નરેન્દ્ર મોદીએ વિપક્ષીઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, વિપક્ષી નેતાઓને સૈન્ય પર પણ ભરોશો રહ્યો નથી. જે રીતે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં આવ્યા હતા. તેમ આંતકી પર થયેલી એર સ્ટ્રાઈકના પણ પુરાવા વિપક્ષ માગવા લાગ્યું છે.

આ પણ વાંચો : રાફેલ પર રાહુલની ફરી ગર્જના, આ વખતે PM નરેન્દ્ર મોદી માટે વાપરી નાખી આવી આકરી ભાષા, વાંચો આ ખબર

કોંગ્રેસ સૈન્યનું મનોબળ તોડી રહી છે

વધુમાં PM મોદીએ કહ્યું કે, જો ભેળસેળની સરકાર હોત, તો ના નિર્ણય લેવાયા હોત કે ન ગરીબોનો ઉદ્ધાર થયો હોત. ભેળસેળની સરકાર પોતાનો વિકાસ કર્યો હોય, દેશનો નહીં. દેશ સાક્ષી છે કે, આર્મી દેશની અંદર અને બહાર રહેલા આતંકીઓનો સફાયો કરી રહી છે, ત્યાં દેશની અંદર રહેલા કેટલાક લોકો દુશ્મનોની તરફેણમાં વાતો કરી સૈન્યનુ મનોબળ તોડી રહ્યાં છે.

જે સમયે આતંકવાદ સામે લડવા માટે એક જૂથ થવુ જરૂરી છે , તેવા સમયે 21 પાર્ટીઓ મળી મોદીની સામે , કેન્દ્રની NDA સરકારની વિરુધ્ધમાં નિંદા પ્રસ્તાવ પસાર કરવા માટે એકઠા થયાં હતાં.

READ  અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ પાછી ખેંચી હડતાળ, જુઓ VIDEO

તમારો ચોકીદાર તમામ રીતે સતર્ક છે

મોદીએ કહ્યું કે બિહારના લોકો જાણે છે કે, પહેલા લૂંટ, ચોરી, બેનામી સંપ્પતી અને વચેટીયા પ્રથા જે બિહાર અને દેશની રાજનીતિમાં ઘર કરી ગઈ હતી, તેને બંધ કરવાની તાકાત બીજેપી સરકારે કરી છે. ગરીબો પાસેથી લૂંટી અને પોતાની દુકાન ચલાવનારા અત્યારે ચોકીદાર થી પરેસાન થઈ ગયા છે. અને તેથી જ ચોકીદારને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ જનતા વિશ્વાસ રાખે ચોકીદાર સતર્ક છે.

READ  સ્વીડનના રાજાની સાદગી: દિલ્હી એરપોર્ટ પર સામાન પોતે જ ઊંચક્યો, જુઓ PHOTOS
Oops, something went wrong.
FB Comments