ચૂંટણી આવતાની સાથે જ સુરતના ઉત્પાદકોને મળે છે કરોડો રુપિયાના વિવિધ પાર્ટીના ઝંડા,ખેસ અને બેનર બનાવવાના ઓર્ડર

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. અલગ અલગ પાર્ટીઓએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

ત્યારે ડાયમંડ સીટી સુરતમાં પણ ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી સામગ્રી બનાવતા મેન્યુફેકરચર્સ પણ કામે લાગી ગયા છે. દરેક પાર્ટીઓ પ્રચાર માટે બેનરો,ખેસ સહિતની ચૂંટણીની તમામ સામગ્રી સુરતમાં તૈયાર કરવામાં છે. સુરતમાં બનતા કપડાંની ગુણવત્તા શ્રેષ્ઠ હોય સૌથી વધારે ઓર્ડર સુરતના મેન્યુફેકરચર્સને આપવામાં આવે છે.

હાલ સુરતમાં ભાજપ કોંગ્રેસ મુખ્ય પાર્ટીઓ સહિત અલગ અલગ પાર્ટીઓના ઝંડા,ખેસ,ટોપી વગેરે બનાવવામાં આવી રહ્યાં છે. મેન્યુફેકરચર્સ મનોજ ગોયલના કહેવા પ્રમાણે આમ તો અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીઓ થતી જ રહે છે. જેથી તેઓને ઓર્ડર તો ચાલુ જ રહે છે પણ દેશની લોકસભાની ચૂંટણી સૌથી મોટી અને મહત્વની હોય અલગ અલગ રાજ્યોમાંથી ભાજપ કોંગ્રેસ સહિતની વિવિધ પાર્ટીઓ દ્વારા ચૂંટણી સામગ્રીનો ઓર્ડર આપવામાં આવે છે. ચૂંટણી સામગ્રી બનાવવા માટે લોકસભા ચૂંટણીમાં જ કરોડો રૂપિયાના ઓર્ડરો મળતા હોય છે.

READ  VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર

આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામવાનો છે ત્યારે હાલ આ પક્ષો માટે બેનરો,ઝંડા,ખેસ વગેરે બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી તેમજ નમો અગેઇનના સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના બેનર અને પોસ્ટર સૌથી વધુ ડિમાન્ડમાં છે.

Oops, something went wrong.

FB Comments