• April 20, 2019

લોકસભા ચૂંટણી જીતવા પાર્ટીઓ સાયબર એજન્સીઓના સહારે, ડેટાનો ખોટો ઉપયોગ ન થાય તે માટે મતદારોએ સર્તક રહેવું જરુરી

લોકસભાની ચૂંટણી જીતવા પાર્ટીઓ કોઈપણ કસર છોડવા માગતી નથી.  હવે સાયબરક્ષેત્રે પણ પાર્ટીઓ સક્રિય થઈ છે અને પોતાના પ્રતિસ્પર્ધીઓ પર નજર રાખવા માટે સાયબર વલ્ડૅની મદદ લેવામાં આવી રહી છે.

પોલીટિકલ પાર્ટીઓ સાથે નેતાઓ હવે પોતાના પ્રચાર પ્રચાર માટે સાયબર વર્લ્ડની મદદ લઇ રહ્યા છે.  પોતાના પ્રતિસ્પર્ધીઓ ઉપર વોચ રાખવા, તેમના વિરોધમાં પ્રચાર કરવા અને તેમની છબીને નુકશાન પહોચાડવા માટે હવે સોશિયિલ મીડીયાનો ઉપયોગ ભરપૂર માત્રામાં થઈ રહ્યો છે. ત્યારે આ તમામ પ્રચારમાં ટાર્ગેટ તો મતદારો જ થઇ રહ્યા છે. વિવિધ ફોન નંબરો પરથી વોચ રાખીને માહિતીઓ મેળવવા માટે પણ લાખો રુપિયા ખર્ચાઈ રહ્યાં છે તેવું જાણવા મળી રહ્યું છે.


સાયબર એક્સપર્ટ તેમજ એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે

ચૂંટણીનો માહોલ છે ત્યારે  પ્રિન્ટ મિડીયા હોય કે ઇલેક્ટ્રોનિક્સ મિડીયા કે પછી બોર્ડ કે હોર્ડીંગ  જેવા પારંપરિક પ્રચારના માધ્યમોનો ઉપયોગ તો પોલીટિકલ પાર્ટીઓ કરી જ રહી છે સાથે હવે પ્રચારની સાથે આધુનિકતાનો રસ્તો પણ પસંદ કરવામાં આવ્યો છે.   જાણવા મળી રહ્યું છે કે નેતાઓ હવે સાયબર એક્સપર્ટ અને એજન્સીઓની મદદ લઈ રહ્યાં છે જેથી તેમના પ્રતિસ્પર્ધી વિરોધી માહિતી એકઠી થઈ શકે. ઉપરાંત ઘણાં નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમ પર આ માહિતી કેવી રીતે વાપરવી તે માટે એક્સપર્ટની મદદ સાથે સાયબર એજન્સીઓને ભરપૂર પૈસા આપી રહ્યાં છે.

આ બાબતે  સાયબર એક્સપર્ટ ભુમિકા પાઠક માને છે કે છે રાજકીય પ્રચાર પ્રસાર માટે ઈમેજ બિલ્ડીગં માટે લેવાય છે સાયબર એક્સપર્ટની સેવાઓને લેવામાં આવે છે. આ સેવાઓમાં ઓન લાઇન અને ઓફ લાઇન મેળવાય ડેટા મેળવવામાં આવે છે જેમાં ખાસ કરીને  ફોન નંબર, ઈમેલ આઇ ડી, સાયબર ઇન્ટેલિજન્સના માધ્યમથી પ્રતિસ્પર્ધી નેતાના ઇન્ટરનેટના માધ્યમથી રાખવામાં આવે છે.  નેતાઓના કાર્યક્રમોમાંથી મળેલા ડેટાને એનાલિસ્ટ કરવામાં આવે છે  તે પછી કાઉન્ટર રણનિતી બનાવાય છે.  નેગેટીવ બાબતોનો પ્રચાર કરવા, વીડીયો અપલોડ, ફોટો આપવાને પણ આપવામાં આવી રહ્યું છે,  જ્યારે અમુક ખોટા મેસેજને કાઉન્ટર કરવા માટે પણ આ તકનીકની મદદ લેવામાં આવી રહી છે.

મિસ કોલ મારતા પહેલા ચેતજો !

જ્યારે સાયબર એક્સર્ટ ફાલ્ગુન પાઠક કહે છે કે આ સેવાનો લાભ કોંગ્રેસ કરતા ભાજપ વધુ લે છે. તે સિવાય એનસીપી, બીએસપી, એસપી જેવી પાર્ટીઓ પણ આ સેવા લઈ રહી છે.  2019ના લોકસભા ઇલેક્શનમાં સોસિયલ મીડીયાની ભુમિકા મહત્વપુર્ણ થઇ જવાની છે ત્યારે રાજકીય પાર્ટીઓ સમયની બચતની સાથે વધુ મતદારોનો કોન્ટેક્ટ કરી શકે તેના માટે ભરપુર વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ થઇ રહયો છે.  નિષ્ણાંતો માને છે કે હાલ અનેક રાજકીય પાર્ટીઓ પોતાની એપ્લીકેશન બનાવે છે જેને ઇન્સ્ટોલ કરવાથી અથવા કોઇ મિસ કોલ મારીને રાજકીય પાર્ટીના સદસ્ય થવામાં પણ જોખમ છે.

 

 

 

આવું કરવાથી તે ફોન નંબર તો પોલીટકલ પાર્ટીને મળે છે  સાથે તેનો ડેટા નિશ્ચિત સર્વે એજન્સી પાસે પહોચે છે, જેનો મિસ યુઝ થવાની સંભાવના ભરપુર રહેલી હોય છે.  વધુમાં આના કારણે તમારા મોબાઇલ અને ડેટા ચોરી માટે વાઇરસ પણ મોકલાય છે જેથી આવી કોઈપણ પોલીટિકલ પાર્ટીને એપ કે મિસકોલ કેમ્પેઈનથી બચવાની સલાહ સાયબર એક્સપર્ટ આપી રહ્યાં છે.

સોશિયલ મિડિયામાં 100 કરોડ ખર્ચ થઈ શકે તેવી સંભાવના

આમ તો હવે હાઇટેક સમયમાં સોશિયલ મીડીયા જરુરિયાત બની ગયું છે.  આ જરુરિયાતનો ઉપયોગ હવે વિવિધ સાયબર એજન્સીઓ કરી રહી છે ત્યારે આ એજન્સીઓ પાસેથી સેવા લેવા માટે નેતાઓ અને રાજકીય પાર્ટીઓ 2 લાખથી લઇને 5 લાખ રુપિયા પ્રતિ મહિના ખર્ચવા પણ તૈયાર છે.  સાયબર નિષ્ણાંતો માને છે કે પ્રચાર માટે જે બજેટ વપરાશે તે માત્ર દેશ માટે સો કરોડને પાર કરી જાય તો નવાઇ નહીં, જેમાં પ્રતિસ્પર્ધીઓ ઉપર નજર રાખવાથી માંડી પ્રચારની કામગીરીનો સમાવેશ થઇ રહ્યો છે.

Person who slapped Hardik Patel yesterday, arrested after being discharged from hospital- Tv9

FB Comments

Hits: 378

Anil Kumar

Read Previous

ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

Read Next

જો ભાજપનો આ દાવ ઉલટો પડ્યો તો થશે મોટું નુકસાન, પાર્ટીએ 3 નવા ચહેરાને ઉમેદવાર જાહેર કરીને આપ્યો છે સંદેશ

WhatsApp chat