ઈતિહાસમાં પહેલી વખત ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ અમેરિકામાં LIVE, જોવા માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે

ભારતમાં તો ચૂંટણીનું પરિણામ જાણવા લોકો આતૂર છે. પરંતુ ભારતના પરિણામને લઈને અમેરિકામાં તો કંઈક અલગ જ આયોજન કર્યું છે. ભારતની લોકસભાના ચૂંટણી પરિણામોનું અમેરિકામાં પ્રહેલી વખત લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના પોતાનામાં એક ઐતિહાસિક ઘટના છે. તેમાં કોઈ શંકા નથી. પ્રથમ વખત લોકસભાના પરિણામો અમેરિકાના મેટ્રો મિનેપોલિસમાં લાઇવ પ્રસારિત કરવામાં આવશે.

READ  અમરેલીના ખાંભા ગામના રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ કર્યું મારણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ આ VIDEO

આ સમગ્ર આયોજન અમેરિકામાં વસતા અને પોલિટિકલ એક્શન કમિટી તરીકે ઓળખાતી સમિતિ દ્વારા ગોઠવવામાં આવેલું છે. ત્યાં ગણતરીની લાઇવ બ્રોડકાસ્ટિંગ અને 22મી મેના રોજ 9-30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. આ માટેનું સ્થળ એક થિએટર બનાવવામાં આવ્યું છે. થિએટરની સ્ક્રિન પર ભારતની લોકસભા ચૂંટણીના પરિણામો દેખાડવામાં આવશે.
તો બીજી તરફ અમેરિકામાં વસતા ભારતીયો આ કાર્યક્રમનો લાભ ઉઠાવી શકે છે. જેના માટે થિએટરમાં પ્રવેશ કિંમત 10 રૂપિયા નહીં પરંતુ ડોલર છે. જે લોકો સ્થળ પરથી ટિકિટ ખરીદશે તેને 15 ડોલર ચૂકવવા પડશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન રમેશ નામના વ્યક્તિએ કર્યું છે. તો youtube પર પણ આ ઈવેન્ટને પ્રમોટ કરવા વીડિયો બનાવ્યો છે.

 

FB Comments