નડિયાદમાં યોગગુરુ બાબા રામદેવે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું રામ માત્ર હિન્દુના જ નહીં મુસ્લિમોના પણ પૂર્વજ હતા

Baba Ramdev
Baba Ramdev

લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર બને તેવી હિન્દુ સંગઠનો અને સાધુસંતોની માગ વચ્ચે બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. ખેડાના નડિયાદમાં યોગના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા રામદેવે કહ્યુ કે, રામ મંદિર બનવું જ જોઈએ. તેમણે સવાલ કર્યો કે, રામ મંદિર અયોધ્યામાં નહીં તો મક્કા મદિના કે વેટિકન સિટીમાં બનશે?

READ  Maharashtra Chief Minister’s wife walks the ramp in New York Fashion Week - Tv9 Gujarati

જુઓ VIDEO : 

બાબા રામદેવે દાવો કર્યો કે, રામ માત્ર હિંદુઓના જ નહીં, મુસ્લિમોના પણ પૂર્વજ હતા. એટલું જ નહીં, 2019ની ચૂંટણીને લઈને બાબા રામદેવે પોતાનો મત રજૂ કર્યો. તેમણે કહ્યુ કે, 2019ની ચૂંટણીમાં અનેક સામાજિક પડકારો છે. આશા વ્યક્ત કરતા કહ્યુ કે, સંઘર્ષ સારો હશે પણ રાષ્ટ્રના હિતમાં પરિણામ શુભ જ આવશે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

Five feet long python rescued from a farm in Vadodara | Tv9GujaratiNews

 

FB Comments