લોર્ડસ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય નથી જીત્યુ ઈંગ્લેન્ડ, પ્રથમ વખત વિશ્વ કપ ફાઈનલમાં ટકરાશે આમને-સામને

વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 14 જુલાઈએ લોર્ડસના મેદાન પર રમાશે. આ બંને ટીમો પ્રથમ વખત વિશ્વ કપની ફાઈનલ મેચમાં આમને-સામને ટકરાશે. ફાઈનલમાં પહોંચ્યા પછી ઈંગ્લેન્ડનો વિશ્વ કપ જીતવા માટે ચોથી વખત પ્રયત્ન હશે, જ્યારે ન્યૂઝીલેન્ડ બીજી વખત ફાઈનલ મેચમાં રમશે.

1983 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડ આ વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડની સામે જીત્યુ છે. વિશ્વ કપમાં લોર્ડસ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડની સામે ક્યારેય જીતી નથી. આ બંને ટીમોની વચ્ચે 2 વખત મુકાબલો થયો છે. બંને વખતે ન્યૂઝીલેન્ડની ટીમની જીત થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપમાં બદલાશે પરંપરા? ફાઈનલ મેચમાં જીતનારી ટીમને આ ભારતીય દિગ્ગજ ખેલાડીના હાથે મળી શકે છે 'ટ્રોફી'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિશ્વ કપ સેમીફાઈનલ મેચમાં એજબેસ્ટન મેદાન પર ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને ઈંગ્લેન્ડ વિશ્વ કપની ફાઈનલ મેચમાં પહોંચ્યુ છે. 1992 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપની ફાઈનલ મેચ રમવા માટે પહોંચી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો અત્યાર સુધી વિશ્વ કપનું ટાઈટલ જીતી નથી. ત્યારે ઓસ્ટ્રેલિયાને વિશ્વ કપની સેમીફાઈનલ મેચમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે.

READ  VIDEO: રાજ્યમાં આજથી કઈ-કઈ સેવાઓમાં છૂટછાટ મળશે?

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments