ગુજરાત અને રાજસ્થાનમાં તીડીન આતંક, આશરે 5 કરોડ રૂપિયાનું પાક નુકસાન

ગુજરાત અને રાજસ્થાનમાં તીડીન આતંકને પગલે લગભગ 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કૃષિવિભાગના એક અધિકારીએ આ અંગેની જાણકારી આપી. બંને રાજ્યોમાં તીડના આક્રમણને પગલે મોટાભાગે રાયડો, જીરૂ, ઘઉ અને એરંડાના પાકને વધુ નુકસાન થયું છે. કૃષિ વિભાગના અધિકારી જણાવ્યું કે, 5 કરોડનું નુકસાન તો થયું જ છે, સાથે જ વર્ષ 1993-94 પછી બંને રાજ્યોમાં તીડનો હુમલો થયો હોય તેવી આ સૌથી મોટી ઘટના છે.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ભાઈઓ વચ્ચે જામ્યો જંગ, ભાજપના વર્તમાન સાંસદ અને તેમના સગા ભાઈ એ ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું

સાથે જ આ અધિકારીએ જણાવ્યું કે કેટલું નુકસાન થયું છે. તેનો ચોક્કસ અંદાજ હજી સરકાર મેળવી શકી નથી. પરંતું બંને રાજ્યોમાં મળીને કુલ 9 હજાર હેક્ટર જમીનને તીડના કારણે નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચોઃ મેઘરજની રેફરલ હોસ્પિટલ ખુદ જ બીમાર, કડકડતી ઠંડીમાં પણ ઈન્ડોર પેશન્ટને ખુલ્લામાં કર્યા દાખલ

જે ખેડૂતોના પાકને વધુ નુકસાન થયું છે, તેવા ખેડૂતોને પ્રતિહેક્ટર 7 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. પરંતું નુકસાનનો સર્વે કરવામાં હજી પણ સરકારને થોડો સમય લાગી શકે છે. કૃષિવિબાગના અધિકારીએ એ પણ કહ્યું કે તીડ પર સંપૂર્ણ રીતે કાબૂ કરવામાં હજી પણ 1 અઠવાડિયા જેટલો સમય લાગશે.

READ  પદ કે હોદ્દા માટે નહીં પણ હાર્દિક પટેલ વિચારધારાને લઈને કોંગ્રેસમાં જોડાયો છે: અમિત ચાવડા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંયુક્ત રાષ્ટ્રના કૃષિ વિબાગે 18 ડિસેમ્બરના રોજ સૂચના આપી હતી કે, તીડનું એક મોટું ઝુંડ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાન તરફ પહોંચી રહ્યું છે. રાજસ્થાનના જાલોરની વાત કરીએ તો અહીં વર્ષે 3 લાખ ક્વિન્ટલ જીરુ, 10 લાખ ક્વિન્ટલ રાયડો અને 7 લાખ ક્વિન્ટલનું ઉત્પાદન થાય છે.

READ  ભારત પર 'અફઘાની એટેક'ની યોજના બનાવી રહ્યુ છે ISI, 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું એલર્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments