શીલા દીક્ષિતની પ્રેમ કહાણી: પરીવાર રાજી હોવા છતાં આ વાતના લીધે શીલા દીક્ષિતને લગ્ન માટે 2 વર્ષ રાહ જોવી પડી હતી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલાં શીલા દીક્ષિતનું અવસાન થયું છે. તેઓ સતત 15 વર્ષ સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યાં છે. શીલા દીક્ષિતના જીવન પર નજર કરીએ તો તેઓ જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની મુલાકાત વિનોદ દીક્ષિત સાથે થઈ હતી. વિનોદ દીક્ષિત તે સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉમાશંકર દીક્ષિતના એકલાં દીકરા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, ચૂકવવા પડી રહ્યાં વધારે રુપિયા, જુઓ VIDEO

શીલા દીક્ષિતે પોતાની આત્મકથા સિટિજન દિલ્હી- માય ટાઈમ માય લાઈફમાં પોતાના જીવનની ઘટનાઓનું વર્ણન કર્યું છે. શીલા દીક્ષિતને પહેલાં તો વિનોદ પસંદ નહોતા આવ્યા. શીલાને વિનોદ દીક્ષિતે બસમાં પ્રપોઝ કર્યું હતું. આ પ્રપોઝ બાદ 2 બાદ બંને જીવનસાથી બન્યા હતા. વિનોદે શીલાને દિલ્હીની બસમાં એવું કહીને પ્રપોઝ કરેલું કે હું મારી માતાને જઈને કહીશ કે મને જે છોકરીની તલાશ હતી તે મળી ગયી છે. શીલાને પહેલાં તો કશું સમજાયું નહીં ત્યારે તેમને પૂછ્યું કે કોણ છોકરી? વિનોદે જવાબ આપ્યો કે મારી બાજુમાં બેસેલી છોકરી. આ વાતથી શીલા ત્યારે કશું બોલ્યા નહોતા પણ પોતાના ઘરે જઈને ખૂબ આનંદથી નાચવા લાગ્યા હતા.

READ  અમદાવાદીઓ સાવધાન....14 દિવસ માટે જાહેરમાં ગીત ગાવા પર BAN, પોલીસના જાહેરનામાનો ભંગ કરતા થશે આ સજા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શીલા બાહ્મણ પરીવારમાંથી ન હતા તેથી વિનોદના પરિવારના લોકો આ લગ્ન ન થાય તેવું ઈચ્છતા હતા. અંતે વિનોદે પોતાના પિતાને શીલા સાથે મળાવ્યા અને તેઓ રાજી થઈ ગયા. પિતા તો રાજી થઈ ગયા પણ વિનોદના માતા બહુ લાંબા સમય બાદ માન્યા જેના લીધે શીલા અને વિનોદને રાહ જોવી પડી હતી.

READ  દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, જાણો કેવી રહી છે તેમની રાજનીતિક સફર?

શીલા દીક્ષિતના પતિ વિનોદ દીક્ષિત આઈએએસની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 9માં રેન્ક સાથે પાસ થયા અને તેમને યુપી કેડર આપવામાં આવી. આથી શીલા દીક્ષિતે તેમને મુકવા માટે અવારનવાર સ્ટેશને જતા. એક વખત તેઓ લખનઉથી અલીગઢ આવતા હતા ત્યારે તેમની ટ્રેન છૂટી ગયી અને વિનોદે શીલા દીક્ષિતને કહ્યું કે તે કાનપુર ગાડીમાં મુકી જાય. આમ શીલા દીક્ષિત કાનપુર 80 કિલોમીટર સુધી કારમાં પોતાના પતિને મુકવા માટે ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાનપુર તો પહોંચી ગયા અને વિનોદ જતા રહ્યાં બાદ શીલા દીક્ષિતને રસ્તાઓ વિશે ખબર નહોતી. તેઓએ બહાર અમુક લોકોને પૂછ્યું પણ વિશેષ ખબર ના પડી. છોકરાઓ ગીત ગાવા લાગ્યા કે એક લડકી ભીગી ભાગી સી.. એટલી જ વારમાં કોઈ કોન્સ્ટેબલ આવી જાય અને શીલા દીક્ષિતને પોલીસ સ્ટેશન જઈ જવામાં આવે છે. 2 પોલીસ સાથે શીલા દીક્ષિત પોતાની જ ગાડીમાં 5 વાગ્યે લખનઉ પરત પહોંચે છે. આમ તેમનું અંગત જીવન પણ સંઘર્ષથી ભરેલું હતું.

READ  18 દિવસમાં જ દિલ્હીવાસીઓએ તેમના બે પૂર્વ મહિલા મુખ્ય પ્રધાન ગુમાવ્યા

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

Stray cattle rule the road, haunt motorists in Ahmedabad| TV9GujaratiNews

FB Comments