‘અજબ પ્રેમકી ગજબ કહાની’ પતિએ પત્નીને મેળવવા લીધો કોર્ટનો સહારો, પિતા પાસેથી હક મેળવી ફરી વખત જીત્યો પ્રેમિકાને

ગુજરાત હાઈકોર્ટે પ્રેમલગ્ન બાબતે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. પ્રેમ લગ્ન બાદ પુત્રીને બંધક બનાવવાના કેસમાં હાઇકોર્ટે યુવતીને તેના પતિ સાથે મોકલવા આદેશ કર્યો છે.

એક જ સમાજના પ્રેમી પંખીડાએ પ્રેમ લગ્ન કરી લીધા બાદ યુવતીના પરિવારે તેને સ્વિકારવાની અને બાધ કરવાની હોવાથી પિયર મોકલવા સાસરીયાને રજૂઆત કરી હતી. જો કે, પુત્રી પિયરમાં જતા જ પરિવારે તેને બંધક બનાવી જુદી જુદી જગ્યાએ રાખી હતી. જેથી છેવટે પતિએ પત્નીને પાછી મેળવવા માટે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ રિટ કરી હતી.

જેમાં યુવતી હાજર થઈ હતી અને જસ્ટિસની ચેમ્બરમાં જઈ પતિ સાથે જ જવાની રજૂઆત કરતા હાઇકોર્ટે ઘર સુધી યોગ્ય પ્રોટેક્શન સાથે પતિ-પત્નીને મોકલી આપવા આદેશ આપી રિટનો નિકાલ કર્યો હતો. ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં રહેતા ધ્રુવેશ મહેન્દ્રભાઈ પટેલને તેના જ સમાજની અને નરોડા ખાતે રહેતી ઋતુ દિનેશચંદ્ર પટેલ સાથે પ્રેમ થઈ ગયો હતો. ઋતુ અને ધ્રુવેશનો પરિવાર દુરના સગા થતા હતા.

 

જેથી બન્નેને લગ્ન કરાવી આપવા ઋતુનો પરિવાર તૈયાર ન હતો. જેથી જાન્યુઆરી 2019માં બન્નેએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી થોડા દિવસ માટે ભાગી ગયા હતા. પરત આવ્યા બાદ ધ્રુવેશના ઘરે ઋતુ રહેતી હતી. આ દરમિયાન ઋતુના પરિવારે તેને સ્વીકારી લીધી હોવાનું નાટક કર્યુ હતુ. ભગવાનની બાધા માટે નેહાને લઈ જવાની રજૂઆત કરી હતી. સમાધાન થઈ જતા ધ્રુવેશે ઋતુને પિયર મોકલી હતી.

પરંતુ પિયર જતા જ નેહાના પરિવારે તેનો ફોન લઈ લીધો હતો અને તેને બંધક બનાવીને રૂમમાં પુરી દીધી હતી. થોડા દિવસ સુધી નેહાની ધ્રુવેશે શોધખોળ કરી પરંતુ કોઈ જ અત્તો પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન અજાણ્યા નંબર પરથી ઋતુએ મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, મને મારા પરિવારવાળા મારશે તું મને ગમે તે કરી છોડાવી લે” પરંતુ તે મોબાઇલ પર ફોન કરતા તે બંધ આવતો હતો.

તપાસ કરતા મોબાઈલ ભરૂચનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ધ્રુવેશે એડવોકેટ જગત પટેલ અને રાહીલ જૈન મારફતે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ રિટ કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ઋતુની જાનને ખતરો છે અને પતિ પાસેથી નેહાને લઈ જઈ તેના પરિવારે ગોંધી રાખી છે.

આ રીટ બાદ હાઇકોર્ટે કૃષ્ણનગર પોલીસને નેહાને શોધી કોર્ટમાં હાજર કરવા આદેશ કર્યો હતો. ઋતુ હાજર થતા જ તેને જસ્ટિસની ચેમ્બરમાં લઈ જવામાં આવી હતી અને જ્યાં તેને પતિ સાથે જ રહેવાનું કહેતા કોર્ટે તેને ધ્રુવેશ સાથે યોગ્ય પ્રોટેક્શન સાથે ઘરે મોકલવાનો આદેશ આપ્યો હતો.

કૃષ્ણનગર પોલીસે પણ નફ્ફટાઈ કર્યાનો આક્ષેપ

બન્ને પક્ષે સમાધાન નક્કી થયુ હતું અને ઋતુ જ્યાં કહે ત્યાં તેને જવા દેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. જેથી ધ્રુવેશના માસીના ઘરે(નરોડા) 15મી માર્ચે રાત્રે મિટિંગ બોલાવી હતી. જો કે, ઋતુના પિતાએ પહેલાથી જ ધ્રુવેશના માસીના ઘર બહાર ગુંડા ગોઠવી દીધા હતા. જેવુ ઋતુએ ધ્રુવેશ સાથે રહેવાનું કહ્યુ તેવુ જ તેના પિતાએ માથાકુટ કરી ઋતુને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી હતી.

આ સમયે બહાર રહેલા ગુંડા ઘરમાં આવ્યા હતા અને તેની ગર્ભવતી બહેનને ફટકારી હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે કૃષ્ણનગર પોલીસને જાણ કરવા છતા હેડ કોન્સ્ટેબલે(શિફ્ટ ઇન્ચાર્જ) ફરિયાદ લીધી ન હતી. ઉપરાંત ‘ઉલ્ટા ચોર કોતવાલ કો દંડે’ તેવી નીતિ દાખવી ધ્રુવેશના પરિવારના સભ્યોને ધમકાવી નફ્ફટાઇની હદ વટાવી હતી.

 

'EPF Employees Sangh' and 'Mazdoor Sangh' hold 1st All India Triennal Conference in Ahmedabad

FB Comments

Hardik Bhatt

Read Previous

‘વાહ.. આને કહેવાય સેવા’ અમદાવાદનું આ સેવા કેન્દ્ર વિમાનમાં 108 વૃધ્ધોને કરાવશે હરીદ્વારની યાત્રા

Read Next

કોંગ્રેસનું ઘોષણાપત્ર આજે જાહેર થઈ શકે, શું રાહુલ ગાંધી ફરીથી 2014ના આ મોટા વચનો કરશે?

WhatsApp પર સમાચાર