લોકરક્ષક દળ ભરતી પેપર લીક મામલે વધુ એક ભાજપ કાર્યકરની અટકાયત!

LRD પેપર લીક કેસમાં આ સમગ્ર ઘટનાનું કરવામાં આવશે રિકન્સ્ટ્રક્શન!

સાથે જ તમામ આરોપીઓના મેડિકલ ચેક-અપની પ્રક્રિયા કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ બાદ પોલીસ આરોપીઓની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

પેપર લીક કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

એ ઉપરાંત, લોકરક્ષક દળ ભરતી પેપર લીક કૌભાંડમાં નામ બહાર આવ્યા બાદ જયેન્દ્ર રાવલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખે તાત્કાલિક નિર્ણય કરીને જયેન્દ્ર રાવલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. જયેન્દ્ર રાવલ બાયડ તાલુકાના સાઠંબા ગામના વતની છે અને જ્યારથી પેપર લીક કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેવું જયેન્દ્ર રાવલનું નામ કૌભાંડમાં બહાર આવ્યું કે મહીસાગર પોલીસની ટીમ તેને શોધવા માટે સાઠંબા ગામ પહોંચી હતી જ્યાંથી જયેન્દ્ર રાવલની અટકાયત કરવામાં આવી છે.

મહત્વનું છે કે પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ભાજપના ત્રણ કાર્યકરોના નામ બહાર આવી ચૂક્યા છે. મનહર પટેલ અને મુકેશ ચૌધરીની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. હવે ભાજપના જયેન્દ્ર રાવલની પણ પેપર લીક કેસમાં સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે હાલ જયેન્દ્ર રાવલની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરી છે.

પેપર લીક પહેલાં આરોપી મનહર પટેલ અને એક પોલીસ અધિકારી વચ્ચે થઇ હતી મુલાકાત

લોકરક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં પેપર અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલે મોટો ધડાકો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક થવાના થોડા દિવસ પહેલા બાયડની એક હોટલ પર આરોપી મનહર પટેલ અને એક પોલીસ અધિકારી વચ્ચે મુલાકાત થઇ હતી. કીર્તિ પટેલ ઉપરાંત સૂત્રોનું એવું કહેવું છે કે મનહર પટેલે અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ હોટલ પર મુલાકાત કરી હતી જેમાં એક ડીવાયએસપી અને એક વાયરલેસ પીએસઆઇનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુલાકાત કરવા આવનાર પીએસઆઇ એક આઇપીએસ અધિકારીનો અંગત વ્યક્તિ છે. કીર્તિ પટેલે પેપર લીક કૌભાંડના થોડા દિવસ પહેલાં જ આરોપી મનહર પટેલ અને પોલીસ અધિકારી વચ્ચેની મુલાકાત સામે સવાલ ઉભા કર્યા છે અને માગ કરી છે કે આ બાબતની તપાસ કરવામાં આવે. લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના પેપર લીક થવાના મામલે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાં અરવલ્લીના બાયડના અરજણવાવ ગામના મનહર પટેલનો પણ સમાવેશ થાય છે. મનહર પટેલના જ માણસ જયેશ દ્રારા લીક થયેલા પેપરના જવાબપત્રો ગાંધીનગર અન્ય આરોપીઓને મોકલવામાં આવ્યા હતા.

કીર્તિ પટેલનું કહેવું છે કે તેઓ મનહર પટેલને વર્ષોથી ઓળખે છે. પેપર લીક કૌભાંડમાં મનહર પટેલની ધરપકડ બાદ તેમને શંકા ગઇ કે પેપરલીકની ઘટના અગાઉ મનહર પટેલ અને પોલીસ અધિકારી વાયરલેસ પીએસઆઈ ગઢવી સાથે મુલાકાત આજ બાબતે થઈ હોવી જોઈએ. આ પોલીસ અધિકારી સાથે મનહર પટેલને શુ સબંધ હશે ? કયા કારણોસર મોડી રાત્રે બાયડથી 3 કિલોમીટર દૂર આવવું પડ્યું હશે? કીર્તિ પટેલે પોતાના ફેસબુક પોસ્ટમાં આ તમામ બાબતો લખી છે અને જણાવ્યું છે કે, પરીક્ષા આપનાર 9 લાખ વિદ્યાર્થીઓના હિત માં જો સરકાર કહેશે તો તેઓ ફરિયાદી બનવા કે પંચ કે સાક્ષી તરીકે પણ રહેવા પણ તૈયાર છે.

[yop_poll id=114]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

News Headlines @ 4 PM : 26-06-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

પૃથ્વી બહારની વસ્તુઓની ‘અણમોલ’ હરાજી! જાણો કેટલામાં વેચાયા ચંદ્રના ખડકો અને અમેરિકી અંતરિક્ષયાત્રીના સ્પેસ સૂટ!

Read Next

રીવાના કલેકટરે આપ્યું ચોંકાવનારું ફરમાન, મચી ગયો હડકંપ!

WhatsApp પર સમાચાર