રાજ્યમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રહેલી LRD પરીક્ષાનું પરિણામ જાહેર, હરિયાણાની ગેંગને આ જગ્યા પરથી મળ્યું હતું પેપર

LRD Exams Result 2019 announced, names of 8135 candidates announced-jano hariyana ni kai gang pepar leva mate karnataka pahochi hati

ગુજરાતમાં વર્ષ 2018 અને 2019 દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલી પોલીસ ખાતાની LRD પરીક્ષાનું પરિણામ અંતે જાહેર થયું છે. પેપર લીક થવાના મામલે ગુજરાત પોલીસને દિલ્હી, હરિયાણા અને કર્ણાટક સુધી માથા દોડાવવા પડ્યા હતા. જે બાદ હવે 8135 ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરી દેવાઈ છે. 7618 LRD જવાન, 517 જેલ સિપાહીની યાદી જાહેર થઈ ચૂકી છે. પરીક્ષાને લઈને મીડિયાથી કોર્ટ સુધી મામલા પહોંચ્યા હતો.

READ  કેશોદ નજીક ચાલુ બાઈકના વ્હીલમાં સાડીનો છેડો આવી જતાં મહિલા રોડ પર પટકાઈ અને થયું મોત

આ પણ વાંચોઃ જામનગરના ચેલા ગામે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો વરરાજો, 2 હજાર અને 500 રૂપિયાની નોટોનો કર્યો વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માહિતી અનુસાર પેપર લીક કરનારી મુખ્યગેંગના માણસોને પોલીસે ઝડપી લીધા હતા. આ લોકો હરિયાણાના હોવાનું સામે આવ્યું હતું. અને કર્ણાટકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી LRDનું પેપર ચોરીને 50 લાખમાં સોંદો પાડ્યો હતો. જે બાદ આ પેપર ગુજરાતમાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી. એક ચર્ચા એવી પણ ચાલી હતી કે, આ ગેંગ હરિયાણા પોલીસ વિભાગની પરીક્ષાનું પેપર ચોરી કરવા ગયા હતા. અને તેમને ગુજરાત પોલીસ વિભાગની પરીક્ષાનું પેપર હાથે લાગ્યું હતું. આ કેસમાં મુખ્ય 3 આરોપીની ધરપકડ કરી હતી.

READ  અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પુત્રી સામે બોગસ સર્ટિફિકેટ આપી શિક્ષિકા બનતા પોલીસ ફરિયાદ, જુઓ સમગ્ર મામલાનો VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments