LRD પેપર લીક : મુખ્ય આરોપી યશપાલસિંહની હિંમત તો જુઓ પરીક્ષા ખંડનું EXCLUSIVE CCTV ફૂટેજ

લોકરક્ષક દળની પેપર લીક મામલે દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. જ્યારે હવે પરીક્ષાના પેપર લીક કેસમાં અટકાયત કરાયેલો મુખ્ય આરોપી યશપાલસિંહ સુરત તેના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવ્યો હતો. યશપાલસિંહ પરીક્ષા ખંડમાં હાજર હોવાના સીસીટીવી સામે આવ્યા છે.

જેમાં યશપાલસિંહ પરીક્ષા ખંડમાં પેપર શરૂ થતા પહેલા પહોંચી ગયો હતો. જ્યારે પરીક્ષા ખંડમાં પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવતા પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી જાય છે. પરીક્ષા કેન્દ્રના રજીસ્ટરમાં યશપાલસિંહના નામ અને કેન્દ્ર નામ સાથે ફોટો પણ છે. જેમાં યશપાલસિંહે રજિસ્ટરમાં સહી કરી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો : લોકરક્ષક દળના પેપર લીક કાંડ: મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી આખરે પોલીસની પકડમાં, જાણો કેવી રીતે યશપાલે પેપરના જવાબો કર્યા હતા ફરતા?

રજીસ્ટરમાં યશપાલસિંહની પરીક્ષાને લગતી તમામ માહિતી છે. મુખ્ય આરોપી યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર સુરતમાં અલથાણ ખાતે આવેલી સોગાયો કેળવણી મંડળ સંચાલિત શ્રી દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલ હતું. યશપાલસિંહ પરીક્ષા આપવા માટે સુરત પણ આવ્યો હતો. પરીક્ષા ખંડમાં હાજર યશપાલસિંહ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : Health dept slaps notice to 7 hospitals over negligence- Tv9

 

FB Comments

Hits: 9118

Comments are closed, but trackbacks and pingbacks are open.