લોકરક્ષક દળના પેપર લીક કાંડ: મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી આખરે પોલીસની પકડમાં, જાણો કેવી રીતે યશપાલે પેપરના જવાબો કર્યા હતા ફરતા?

LRD paper leak case; Prime accused Yashpal Solanki detained from Mahisagar
LRD paper leak case; Prime accused Yashpal Solanki detained from Mahisagar

લોકરક્ષક પેપરલીક કૌભાંડ કેસના મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની અંતે અટકાયત થઈ છે. મહીસાગર જીલ્લાના વીરપુર નજીકથી યશપાલ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. દિલ્હીની પેપર ફોડનારી ટોળકી સાથે યશપાલ પહેલેથી જ સંપર્કમાં હતો.

LRD paper leak case; Prime accused Yashpal Solanki detained from Mahisagar
LRD paper leak case; Prime accused Yashpal Solanki detained from Mahisagar

યશપાલ સોલંકી પેપર લેવા માટે ગુજરાતના 30થી વધારે પરીક્ષાર્થીઓ સાથે દિલ્હી ગયો હતો જ્યાં યશપાલ સહિત દરેક પરીક્ષાર્થીએ પેપરના બદલામાં 5 લાખ રૂપિયાના કોરા ચેક દિલ્હીની ગેંગને આપ્યા હતા. યશપાલ પોતે પણ એક પરીક્ષાર્થી હતો. તેનું પરીક્ષા કેન્દ્ર સુરતમાં હતું જેથી યશપાલ દિલ્હીથી ફ્લાઈટમાં વડોદરા આવ્યો હતો. પેપરલીક કૌભાંડમાં યશપાલ વિરૂદ્ધ તમામ પુરાવા પોલીસ પાસે પહેલેથી જ હતા. યશપાલ સોલંકી ક્રાઈમ બ્રાંચ અને લોકલ ક્રાઈમ બ્રાંચની પહેલાથી જ રડારમાં હતો.

LRD પેપર લીક કેસના મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની અટકાયત
મહીસાગર જીલ્લાના વીરપુર નજીકથી યશપાલ સોલંકીની ધરપકડ
ક્રાઈમ બ્રાંચ અને એલસીબીની રડારમાં હતો યશપાલ સોલંકી

હવે જો યશપાલના ભૂતકાળની વાત કરીએ તો યશપાલ સોલંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2016થી કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. તેને તાજેતરમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. યશપાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો હતો. આ 11 મહિનાના કોન્ટ્રાક્ટ દરમિયાન યશપાલ ઈન્ટ્રા ડોમેસ્ટિક અને ફોગિંગની કામગીરી કરતો હતો અને લાંબા સમય સુધી કહ્યાં વગર ગેરહાજર રહેતા યશપાલને 20 સપ્ટેમ્બરે જ છૂટો કરાયો હતો.

READ  ભરૂચમાં કેટલાક લોકો પોતાનું જીવન જાતે જ જોખમમાં મુકી રહ્યાં છે, સરકારી કર્મચારીઓને કારણ વગર કરી રહ્યાં છે પરેશાન જાણો કેવી રીતે

કોણ હતો યશપાલ સોલંકી?

યશપાલ સોલંકીને વડોદરા કોર્પોરેશનમાંથી સસ્પેન્ડ કરાયો
વડોદરા કોર્પોરેશનમાં 2016 થી નોકરી કરતો હતો
યશપાલ કોર્પોરેશનના સેનિટરી વિભાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો
11 મહિનાના કોન્ટ્રાકટ પર નોકરી કરતો હતો યશપાલ સોલંકી
ઇન્ટ્રા ડોમેસ્ટિક અને ફોગિંગની કામગીરી કરતો હતો
નોકરી પર ન આવતા 20 સપ્ટેમ્બરે યશપાલને છૂટો કરાયો હતો

કેવી રીતે લોકરક્ષક દળના પેપરના જવાબો ફરતા થયા?

લોકરક્ષક દળના પેપર લીક કાંડમાં યશપાલ સોલંકીની મુખ્ય ભૂમિકા
યશપાલ દિલ્હીમાં કોઇને મળીને પ્રશ્નપત્ર મેળવ્યું હતું
યશપાલે પ્રશ્નપત્રનું જવાબપત્ર ઉમેદવાર દીઠ 5 લાખમાં વેચવાની ખાતરી આપી
યશપાલે અરવલ્લીના અરજણવાવના મનહર પટેલને જવાબપત્ર આપ્યું
મનહર પટેલે જયેશ મારફતે જવાબપત્ર રૂપલ શર્માને પહોંચાડ્યું
રૂપલ શર્માએ જવાબપત્રની ખરાઈ કરવા તેના પરિચિતને મોકલ્યો અને ભાંડો ફૂટ્યો

યશપાલ વડોદરા કોર્પોરેશનને પણ બનાવી મૂર્ખ

યશપાલ ઠાકોર અને યશપાલ સોલંકી બને એક જ વ્યક્તિ
પોલીસ કમિશનરે ટેલિફોનિક વાતચીતમાં આપ્યું સમર્થન
પોલીસ તપાસમાં થયો નવો ખુલાસો
કોર્પોરેશનના ચોપડે યશપાલે લખાવેલું સરનામું ખોટું
પોલીસ તપાસમાં આ સરનામું બોગસ હોવાનું ખુલ્યું
તંત્રને ઉલ્લુ બનાવવા માટે યશપાલ ભાડાના મકાનમાં રહેતો હતો
સમયાંતરે સમયાંતરે બદલતો હતો મકાન
યશપાલ હોવાનો ખુલાસો
11 મહિનાના 3 વાર કોન્ટ્રાકટ કર્યા હતા સાઈન

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

J&K: 2 persons rescued after getting stuck near bridge in JAMMU, rescue operation still underway

FB Comments