અનામત અને બિનઅનામતનો વિવાદઃ સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યગ્નેશ દવે સાથે ખાસ બેઠક

તો આ તરફ અનામત અને બિન અનામતનો વિવાદ થાળે ન પડતા. સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યગ્નેશ દવે સાથે ખાસ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં નજીકના દિવસોમાં જ સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે તેવો દાવો વરૂણ પટેલે કર્યો છે. બેઠકમાં થયેલી ચર્ચા અંગે વરૂણ પટેલે મૌન સેવ્યું હતું. આવતીકાલે યોજાનારી પ્રેસ કોન્ફોરન્સમાં તેઓ વિસ્તૃતથી માહિતી આપશે તેવી ખાતરી તેમણે આપી છે.

READ  'Congress forms alliance with Chhotu Vasava to defeat BJP in Guj'-Bharat Solankee - Tv9 Gujarati

આ પણ વાંચોઃ ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ

તો આતરફ અનામત વર્ગના આંદોલનને કુંવરજી બાવળિયાના સંગઠન અખિલ ભારતીય કોળી સમાજે પણ સમર્થન આપ્યું છે. આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા છે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ કહ્યું કે, અનામત વર્ગની બહેનોને પહેલેથી જ તેમનું સમર્થન છે. અને કુંવરજી બાવળિયા પણ જે વિરોધ કરવાનો છે તે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ કુંવરજી બાવળિયાના સંપર્કમાં છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી સરકાર તેમના લખેલા પત્રોનો જવાબ નથી આપતી.

READ  BreakingNews : આખરે પહેલી વખત રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડવાનું કર્યું નક્કી, શા માટે અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષે કરી પસંદ ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments