સરકાર અને બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પૂર્ણ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યો આ જવાબ

રાજ્યમાં આંદોલનો ઉગ્ર બની રહ્યા છે. તેવામાં સરકારે આંદોલનો ઠારવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. બિન અનામત સમાજના આગેવાનોની કમિટીની સરકાર સાથે બેઠક શરૂ યોજાઈ હતી. સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જ્યારે જે કમિટીના સભ્યો ચર્ચા કરવા જવાના છે તેમાં દિનેશ બાંભણિયા, રમજુભા જાડેજા, પૂર્વીન પટેલ, યગ્નેશ દવે, ભરત રાવલ, અંજુ પટેલ, રાજ શેખાવત, એકે પટેલ, પાર્થ ચોવટિયા અને અમિત દવેનો સમાવેશ થાય છે. તો આંદોલનકારીઓમાંથી જુલીબા વાઘેલા, રીતુ પટેલ, રમીલાબેન, જાગૃતિ બાબરિયા, વિજયસિંહ ચાવડા અને શીતલ ચાવડાનો સમાવેશ થાય છે.

READ  સુરત: સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલ તૈયાર

આ પણ  વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવે તે પહેલા…ઝૂંપડાઓને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયાસ!

તો આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, તેમણે આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને તેમની માગણી સાંભળી હતી. બેઠક બાદ તમામ નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન આવતીકાલે મુખ્યમંત્રી સાથે બેઠક યોજશે.

READ  Baby shifted from drought-hit Latur, drowns in bucket of water - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments