LRD પરીક્ષાનો વિવાદઃ બિન-અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન

LRD Row : Dy CM Nitin Patel and Gujarat BJP Chief Jitu Vaghani reached CM house

અનામતને લઈને ચાલી રહેલા આંદોલનને ઠારવા માટે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. બિન અનામત વર્ગની માગણીઓ પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. તો બેઠકમાં સામેલ થવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી મુખ્યપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા છે. તો આ બેઠક પૂર્ણ થયા બાદ શક્યતા છે કે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને બિન અનામત વર્ગના આગેવાનો વચ્ચે સાંજે બેઠક મળી શકે છે.

આ પણ વાંચોઃ સાબરમતી ગાંધી આશ્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ ખાસ સજાવટ

મહત્વનું છે કે, 1 ઓગસ્ટ 2018ના ઠરાવને રદ કરવા માટે છેલ્લા 68 દિવસથી SC-ST અને OBC સમાજની યુવતીઓ આંદોલન ચલાવી રહી છે. અને હવે જ્યારે રાજ્ય સરકારે આ ઠરાવમાં ફેરફારની જાહેરાત કરી છે તો બિન અનામત વર્ગ મેદાનમાં આવી ગયો છે. બિન અનામત વર્ગની યુવતીઓ પણ છેલ્લા ચાર દિવસથી વિરોધ કરી રહી છે. તેમની માગ છે કે આ ઠરાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે. બિન અનામત વર્ગના આગેવાનો અને યુવતીઓએ ચીમકી ઉચ્ચારી છે કે આ ઠરાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

READ  AIIMSના ડિરેક્ટરે કોરોના સંક્રમણના ફેલાવવા પર ચિંતા વ્યક્ત કરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એલઆરડી મુદ્દે અનામત અને બિનઅનામતનો મામલો હવે ગાંધીનગરથી નીકળીને રાજ્યના અન્ય શહેરોમાં ફેલાઈ રહ્યો છે. મહેસાણામાં અનામત બચાવો સમિતિ દ્વારા આજે મહેસાણામાં બંધની જાહેરાત કરી હતી. જોકે, બાસ દ્વારા અપાયેલા આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મહેસાણાના મુખ્ય બજારમાં કેટલીક દુકાનો બંધ રખાઈ. તો કેટલીક દુકાનો રાબેતા મુજબ ચાલુ જોવા મળી હતી. LRD મામલે સરકારે પરિપત્ર ન આપતા આજે બાસ દ્વારા મહેસાણા બંધનું એલાન અપાયું હતું.

READ  ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી, જાણો કોણ થશે રિપીટ અને કોનું પત્તું કપાવાની છે સંભાવના વધારે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જોકે, સવારથી જ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેના બાદ બાસના કન્વીનરો બજાર બંધ કરાવા નીકળ્યા હતા. રામજી ઠાકોરની આગેવાનીમાં મહેસાણા બંધ કરાવવા કાર્યકર્તાઓ નીકળ્યા હતા. બાસના કાર્યકરોએ રેલી યોજી બજારો બંધ કરાવ્યા હતા. તો આ સમયે પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો, જેથી કોઈ ઘટના ન બને.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments