અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં શરૂ, પરિણામ માટે ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી

મતગણતરી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થવાની છે.  ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 300 સીસીટીવી કેમેરા, 900 પોલીસ જવાનો, 2 ડીસીપી અને 1 એડિશનલ સીપી મતગણતરી સ્થળ પર તૈનાત છે. તેમની સાથે SRP અને CISFના જવાનો પણ તૈનાત રહેશે. અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 300 CCTV કેમેરા લગાવાયા છે.

જેનાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. મોનિટરિંગ માટે ખાસ કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યો છે. તો બીજીતરફ લોકો સરળતાથી પરિણામ જાણી શકે તે માટે કેમ્પસમાં 3 મોટી LED સ્ક્રિન પણ લગાવવામાં આવી છે. સુપ્રીમકોર્ટના આદેશ બાદ વિધાનસભા દીઠ 5 વીવીપેટની ગણતરી કરવા માટે પણ ખાસ પ્રકારનું બુથ બનાવવામાં આવ્યું છે. જેમાં વીવીપેટની ગણતરી થશે.

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

બ્રિટેન સરકારે ભારતીય મુસાફરોને આપી આ ખૂશ ખબર, એરપોર્ટ પર ઉતરીને લાઈનમાં ઉભું રહેવાની જરૂર નહીં પડે

Read Next

અમદાવાદમાં બીટકોઈન બ્રોકરની આત્મહત્યા બાદ DySp વિરુદ્ધ ગુનો નોંધાયો, મૃતકે સુસાઈડ નોટમાં કહી છે આ વાત

WhatsApp પર સમાચાર