મદ્રાસ હાઈકોર્ટે સરકારને આપ્યો આદેશ, ભારતમાં TIKTOK પર લગાવો પ્રતિબંધ

ચાઈનીઝ શોર્ટ વીડિયો મોબાઈલ એપ ટિક ટોકને લઈને ગયા વર્ષથી જ ભારતમાં વિરોધ ચાલી રહ્યો છે. ગયા વર્ષે પણ ઘણી વાર ટિક ટોકને બંધ કરવાની માંગ ઉઠી હતી.

ત્યારે હવે મદ્રાસ હાઈકોર્ટેની મદુરાઈ બેંચ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે સરકાર ટિક ટોક એપ્લિકેશનની ડાઉનલોડિંગ પર પ્રતિબંધ લગાવે. તે સિવાય કોર્ટે કહ્યું કે સરકાર ટિક ટોકના વીડિયોને ફેસબુક જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા માટે પણ પ્રતિબંધ લગાવે.

 

મદુરાઈ બેંચે કેન્દ્ર સરકારને ટિક ટોકને લઈને ઘણી સુચના આપી છે. જેમાં ટિક ટોકની ડાઉનલોડિંગ અને વીડિયોને શેર કરવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. ટિક ટોકના કેટલાક અસભ્ય વીડિયોને લઈને હંમેશા લોકોની ફરિયાદો રહી છે.

કોર્ટે સરકારને પૂછ્યુ કે શું તે કોઈ એવો કાયદો લાવશે જેનાથી બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવી શકાય અને તેમને દુર રાખી શકાય. અમેરિકામાં બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેકશન એકટ છે.

ત્યારે ભાજપે પણ ભારતમાં હેલો અને ટિક ટોક જેવી ચાઈનીઝ એપ્લિકેશનને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને આ ચાઈનીઝ એપ્લિકેશન વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તેના પહેલા સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટિક ટોક જેવી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી અને કહ્યું હતુ કે આ એપ્લિકેશન દ્વારા દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા સામે જોખમ છે.

 

'Varun Yagn' organised at Rajkot market yard to please rain gods

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ટાટા ગૃપને મળ્યો રૂપિયા 2250 કરોડનો સરકારી ન્યૂક્લિયર પાવર પ્રોજેકટ

Read Next

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ગુમ સાંસદ’ અને કહ્યું કે, આ અમેઠીનું અપમાન છે

WhatsApp પર સમાચાર