કમલ હસન પર ‘હિંદુ આતંકવાદી’ નિવેદનને લઈને ફેંકવામાં આવ્યું ચંપલ!

તમિલનાડુના મદુરાઈમાં બુધવારે એક ચૂંટણી સભા દરમિયાન મકકમ નિધિ મય્યમ (MNM) પક્ષના સંસ્થાપક અને અભિનેતા કમલ હસન પર ચંપલ ફેંકવામાં આવ્યુ હતું. જો કે ચંપલ તેમને લાગ્યું ન હતુ. આ બાબતે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

12મેના રોજ કમલ હસને આરાલકુરિચિમાં કહ્યું હતું કે, ” આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી હિંદુ હતા અને તેનું નામ નથુરામ ગોડસે હતું. અહીંયાથી જ આતંકવાદની શરૂઆત થઈ હતી.” ત્યારથી, ભાજપ, AIADMK,સંઘ અને હિન્દુ મહાસભા હસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

હાસને મદુરાઈ નજીક તિરુપુરનકુન્દ્રામની જાહેર સભામાં કહ્યું કે, “મેં આરાવકુરિચિમાં જે કહ્યું તેથી તેઓ (ભાજપ સહિતના અન્ય દળ) નારાઝ થઈ ગયા છે. પરંતુ મેં ત્યાં ઐતિહાસિક સત્યનો ઉલ્લેખ કર્યો હતો. મારો હેતુ વિવાદ ઊભો કરવાનો ન હતો. તે નિવેદનનું કોઈ જાતિ અને ધર્મ સાથે સબંધ નથી.” સ્પષ્ટ કરતાં હસને વધુમાં કહ્યુ હતુ કે, હું કટ્ટરપંથી શબ્દનો અર્થ સમજું છું. તેથી તેનો ઉપયોગ આતંકવાદી અથવા હત્યારા માટે કર્યો.

READ  કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનો દાવો, ISI પાસેથી ભાજપ અને બજંરગ દળ ફંડ લઈ રહી છે

 

Oops, something went wrong.
FB Comments