મહારાષ્ટ્રના બદલાપુર પાણીમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઈ, ગર્ભવતીની તબિયત ખરાબ

mahalaxmi

મહારાષ્ટ્રના બદલાપુર નજીક પુરમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઈ હતી. જેને લઈ તંત્રએ સતર્કતા દાખવી અને 500થી વધુ મુસાફરને રેસ્ક્યૂ કરી લીધા છે. NDRFની ટીમ બોટ દ્વારા લોકોને બચાવવીની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન એક ગર્ભવતી મહિલાની તબિયત એકદમ ખરાબ થઈ ચૂકી હતી. રેશમા નામની ગર્ભવતીને પીડા થતા તુરંત સારવાર માટે ખસેડવાના પ્રયત્નો કરાયા હતા.

READ  મુંબઈમાં ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પર્દાફાશ...સાયબર ક્રાઈમે એક આરોપીની સાકિનાકાથી કરી ધરપકડ

આ પણ વાંચોઃ VIDEO: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે સારો વરસાદ, હવામાન વિભાગની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારે વરસાદના કારણે ઉલ્લાસ નદીના પાણીમાં રેલવે ટ્રેક ગરકાવ થઈ ગયો હતો. સાથે ટ્રેનના ડબ્બાઓમાં પણ પાણી પહોંચી ગયા હતા. એક બસ અને કાર માફક આ વખતે ટ્રેનના સમગ્ર કોચ પાણીમાં ફસાયા હતા. ટ્રેનમાં હાજર 600થી વધુ મુસાફરોના જીવ પણ અધ્ધરતાલ બની ગયા હતા. 12 કલાક પાણી વચ્ચે મુસાફરોને રેસ્ક્યૂ કરવા માટે NDRFની ટીમે પોતાની તત્પરતા દેખાડી રેસ્ક્યૂ કામગીરી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અનિલ અંબાણીને 21 દિવસમાં ચૂકવવા પડશે 5,446 કરોડ રૂપિયા, કોર્ટે આપ્યો આદેશ

તો સાથે આ રૂટ પરની તમામ ટ્રેન રોકી દેવામાં આવી હતી. તો લોકલ ટ્રેનને પરત કલ્યાણ ખાતે લાવી દેવાઈ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 13 અન્ય ટ્રેનના રૂટ ડાયવર્ટ કરી દેવાયા છે. તો 2 ટ્રેનને રદ કરી દીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદમાં દાંડીકૂચ દિનથી જ કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, પ્રિયંકા ગાંધી પહેલી વખત જાહેરસભા સંબોધશે

[yop_poll id=”1″]

 

FB Comments