મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જંગ જામશે, CM દેવેન્દ્ર ફડણવીસ ખુદ આ બેઠક પરથી ચૂંટણી લડશે

cm fadnavis

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના અને કોંગ્રેસ NCP પોતાની કિસ્મત અજમાવવાનું છે. ત્યારે ભાજપના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુરથી ચૂંટણી લડશે. નાગપુરની દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડશે. દેવેન્દ્ર ફડણીસની ચૂંટણી લડવાની આ જાહેરાત અભ્યાસ વર્ગના કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી છે. તો સાથે મુખ્યપ્રધાને 90 હજાર કરતા વધુ મતોથી જીતનો દાવો પણ કરી દીધો છે.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં આજે બહુમતીનો દિવસ, જાણો સરકાર રચવા માટે ભાજપને કેટલા ધારાસભ્યોની જરૂર?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બુબા-બબુઆએ રાંધી લીધી રાજકીય ખિચડી, હાથનો છોડ્યો હાથ, બાકીનાને આપ્યું ચિલ્લર !

 

મહત્વનું છે કે, આ વખતે પણ શિવસેના અને ભાજપ એક સાથે ચૂંટણી લડવાની છે. તો તેની સામે કોંગ્રેસ અને NCP સાથે આવીને ચૂંટણી લડી શકે છે. બીજી તરફ કોંગ્રેસ પાણી સહિતના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાની પૂરતી કોશિશ કરશે. ખુદ પ્રિયંકા ગાંધી પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉતરીને પ્રચાર કરશે. તો બીજી તરફ રાજ ઠાકરે પણ પોતાની માતૃસંસ્થા શિવસેના અને ભાજપ વિરુદ્ધ મેદાને પડવાના છે. જો કે સોનિયા ગાંધી સાથે રાજ ઠાકરેની શુભેચ્છક મુલાકાત બાદ અનેક અટકળો લાગી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક

જો કે 2019ના લોકસભા ચૂંટણી દરમિયાન રાજ ઠાકરેનો એક પણ ઉમેદવાર ચૂંટણીમાં ન હોવા છતાં તેઓ પ્રચાર કરી રહ્યા હતા. એક રીતે તેઓ કોંગ્રેસ અને NCPને સમર્થન આપી રહ્યા હોવાની પણ ચર્ચા ઉઠી હતી. ત્યારે લોકસભામાં હાર બાદ કોંગ્રેસ માટે મહારાષ્ટ્રની પ્રથમ ચૂંટણી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી એટલા રુપિયાની કમાણી કરે છે કે એક મોટો બંગલો ખરીદી શકાય!

[yop_poll id=”1″]

 

FB Comments