
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. સુત્રો અનુસાર બન્ને પાર્ટીઓ વચ્ચે સહમતિ બની ગઇ છે. મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 144 શિવસેના 126 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે 18 બેઠકો સાથીપક્ષો ચૂંટણીજંગમાં ઝંપલાવશે. સાથે જ શિવસેનાના ઉપમુખ્યમંત્રી પદના પ્રસ્તાવને પણ સ્વીકાર કરી લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. 24 ઓક્ટોબરે પરિણામ આવશે. ભાજપ જ્યાં આ ચૂંટણીમાં ઉત્સાહ સાથે ઉતરશે બીજી તરફ શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ સામે ગત ચૂંટણીના મુકાબલે સારૂ પ્રદર્શન કરવાનો પડકાર હશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વપૂર્ણ છે કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના તમામ મુખ્ય દળ, ભાજપ, કોંગ્રેસ, રાકાંપા અને શિવસેનાએ 288 બેઠકો માટે અલગ-અલગ ચૂંટણી લડી હતી. ગત વખતની ચૂંટણીમાં ભાજપે 122 બેઠક પર જીત મેળવી હતી, તેણે 27.81 ટકા જ્યારે કોંગ્રેસને 17.95 ટકા મત મળ્યા હતા.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો