VIDEO: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર પહેલા મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ

આખરે મહારાષ્ટ્રના મહાસંગ્રામના પરિણામ આવ્યા અને ફરી એકવાર ભાજપ-શિવસેના સરકાર બનાવશે એ નક્કી થઈ ગયું. પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બને તે પહેલા મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ સર્જાઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપ સાથે ગઠબંધન અને ચૂંટણી પહેલા જ શિવસેનાએ ફોર્મ્યુલા નક્કી કર્યો હતો. હવે આ જ ફોર્મ્યુલા શિવસેના ભાજપને યાદ કરાવી રહી છે. ઉદ્ધવ ઠાકરે બોલ્યા કે, જે ફોર્મ્યુલા નક્કી કરાયો તેના પર ચાલવું જરૂરી છે.

READ  માતા અને પુત્રએ સાથે મળીને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી, પતિએ આપ્યો અભ્યાસ માટે ટેકો 

આ પણ વાંચોઃ ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પક્ષ પલટો પડ્યો મોંઘો, ભાજપ-કોંગ્રેસને 3-3 બેઠક

આ ફોર્મ્યુલા 50-50નો તૈયાર કરાયો છે. પણ ફોર્મ્યુલા કેવો હશે તેના વિશ કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ 5 વર્ષની સરકાર દરમિયાન અઢી વર્ષ શિવસેના અને અઢી વર્ષ ભાજપના મુખ્યપ્રધાન રહેશે તેવો ફોર્મ્યુલા હોઈ શકે છે. શિવસેના મહારાષ્ટ્રમાં વર્ષોથી પોતાનું સમર્થન ભાજપને આપે છે. પણ તેમનો એકપણ મુખ્યપ્રધાન સત્તા પર આવ્યો નથી. તો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, બાલા સાહેબ ઠાકરેને આપેલા વચનને પૂરુ કરીશ. બાલા સાહેબને વચન આપ્યું હતું કે, કોઈ શિવસૈનિક મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનાવીશ.

FB Comments